राष्ट्रीय
ઈન્દોરમાં જલકાંડ : 3000 હોસ્પિટલમાં,34 આઈસીયુમાં


– આઠ વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મેળવનારા ઇન્દોરમાં ઝેરી પાણી કાળ બન્યું
– હોનારતમાં 15નાં મોત : સરકારને પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં પોલીસ ચોકીના ટોઈલેટનું પાણી ભળી ગયાની આઠ દિવસે ખબર પડી
– સીએમ મોહન યાદવે ભોગ બનેલા પીડિતોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી
ઈન્દોર : દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરના ભગીરથપુરામાં આઠ દિવસથી પીવાનું દૂષિત પાણી પીવાના કારણે ૧૫થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ૩૦૦૦થી વધુ લોકો બીમાર પડયા છે, જેમાંથી ૩૪ને આઈસીયુમાં દાખલ કરવા પડયા છે. ભગીરથપુરામાં ‘ઝેરી’ પાણી પીવાથી ઝાડા-ઉલ્ટીના નવા ૩૩૮ કેસ નોંધાયા છે. આ ‘ઝેરી’ પાણી પીવાથી શુક્રવારે વધુ એક વૃદ્ધ મહિલાનું મોત થયાનું સામે આવ્યું છે.


