જામનગરમાં જુમ્મા મસ્જીદમાં થયેલી રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો : એક આરોપીને પકડી પાડતી પોલીસ | Cash theft at Jumma Masjid in Jamnagar solved: Police arrest one accused

![]()
Jamnagar Theft Case : જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદની ઓફિસમાંથી ગત તારીખ 16.11.25ની રાત્રિના રૂ.75 હજારની રોકડ રકમની ચોરી નો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે એક આરોપીને અટકાયતમાં લઇ તેની પાસેથી રૂ.75 હજારની રોકડ કબજે કરી છે.
જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટરના માર્ગદશન મુજબ જામનગરના ચાંદી બજાર સર્કલમાં આવેલ જુમ્મા મસ્જીદ ટ્રસ્ટની મસ્જીદની મેઇન ઓફીસના કબાટમાંથી રોકડા રૂ.75,000ની રોકડ રકમની ચોરી થવા પામી હતી. જે અંગે પોલીસ સ્ટાફના માણસો બનાવ સ્થળના કમાન્ડ કંટ્રોલના સીસીટીવી ફુટેજ આધારે તેમજ ટેકનીકલ એનાલીસીસના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે નુરી ચોકડી અન્નપુર્ણા મંદિરના ગેઇટની સામે રોડ ઉપરથી આરોપી મોહમદ હુશેન મોહમદમુતકા સીદીકી જાતે (ઉ.વ.43, રહે. નાગપુર વોરાની ચાલી, રાજપુર, ગોમતીપુર, અમદાવાદ)ને પકડી પાડયો હતો. અને આરોપી પાસેથી રોકડા રૂ.75,000 કબજે કર્યા હતા.



