गुजरात
પાલિતાણાના બહારપરાના રહેણાંકી મકાનમાં ચોરી | Theft in a residential house in Baharpara Palitana

![]()
પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ઘરમાં રાખેલા રોકડા અને ઘરેણાં મળી કુલ રૂ.૭૩,૭૦૦ની ચોરી થઈ
ભાવનગર: પાલિતાણાના બહારપરા વિસ્તારમાં આવેલા રહેણાંકી મકાનમાંથી રોકડ અને સોનાના ઘરેણાંની ચોરી થયા અંગેની પોલીસ ફરિયાદ અજાણ્યા શખ્સો સામે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાલિતાણાના બહારપરા વિસ્તારમાં રહેતા મધુબેન રસીકભાઈ નાવડીયાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગઈ દેવદિવાળીથી ગત તા.૦૪-૧૨-૨૦૨૫ના સમયગાળા દરમિયાન કોઈ પણ સમયે અજાણ્યા ચોર ઈસમો દ્વારા તેમના ઘરે કબાટમાં અને સુટકેસમાં રાખેલા સોનાના ઘરેણાં અને રોડક મળી કુલ રૂ.૭૩,૭૦૦ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. આ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



