गुजरात
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 48 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man caught with 48 strands of banned Chinese rope

![]()
બાલાસિનોરના ટીમ્બા મહોલ્લામાંથી
પોલીસે રૂપિયા ૩૬ હજારની મત્તા જપ્ત કરી શખ્સ સામે ગુનો નોંધ્યો
બાલાસિનોર: બાલાસિનોરના ટીમ્બા મહોલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ૪૮ ફિરકા સાથે એક શખ્સ ઝડપાયો હતો. પોલીસે રૂપિયા ૩૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બાલાસિનોરના ટીમ્બા મહોલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું હોવાની બાતમીના આધારે બાલાસિનોર ટાઉન પોલીસના સ્ટાફે દરોડો પાડયો હતો.
જેમાં મહંમદ વાકીફ મેહબુબમીયા મલેક નામના શખ્સને પકડીને તપાસ કરતા તેના ઘરની ઉપરના ભાગે આવેલી ઓરડીમાં બોક્સમાં છૂપાવેલો ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અહીંથી રૂ.૩૬ હજારની કિંમતના ચાઇનીઝ દોરીના ૪૮ નંગ ફીરકા કબજે કરીને મહંમદ વાકીફ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.



