दुनिया

યુક્રેનના ભયાનક ડ્રોન હુમલામાં રશિયાના કબજા હેઠળના વિસ્તારમાં 24ના મોતનો દાવો | 24 killed in Ukraine drone strike in Russian occupied territory



Russia vs Ukrain War Updates : રશિયાના કબ્જાવાળ આ વિસ્તારમાં 24ના મોત થયાનો કરેલો રશિયાનો દાવો આ વાતનો પુરાવો છે. આ જોતાં હવે આ યુદ્ધ ચાર વર્ષ પૂરા કરીને પાંચમાં વર્ષમાં પ્રવેશ કરે તેવો ભય સેવવામાં આવી રહ્યો છે. રશિયા-યુક્રેન બંનેના એકબીજા સામે ડ્રોન હુમલા જારી છે. આ બધુ બતાવે છે કે રશિયા અને યુક્રેનવાસીઓ બંને માટે નવું વર્ષ પણ યુદ્ધગ્રસ્ત જ રહેવાનું છે.

યુક્રેન હવે પોતે પણ ડ્રોન બનાવવા લાગ્યું હોવાથી તેના ડ્રોન એટેકમાં તેજી આવી છે. તેની સામે રશિયાએ પણ ડ્રોનનો સરંજામ ખડકવા માંડયો છે.રશિયાએ યુક્રેનના કબ્જે કરેલા ખેરસન પ્રાંતમાં મોસ્કોએ નીમેલા લીડર વ્લાડીમિર સાલ્ડોએ જણાવ્યું હતું કે કાળા સમુદ્રના કિનારે આવેલા રિસોર્ટ શહેર ખોરકીમાં કુલ ત્રણ ડ્રોન હુમલા કાફે અને હોટેલમાં થયા હતા.  તેના લીધે નવા વર્ષની ઉજવણી કરનારાઓનું મૃત્યુ થયુ હતુ.

યુક્રેને આ બાબત અંગે હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી. આ હુમલાની સ્વતંત્રપણે ચકાસણી પણ થઈ નથી. આ હુમલાની રશિયન અધિકારીઓ દ્વારા ટીકા કરવામાં આવી છે. રશિયાની સંસદના ઉપલા ગૃહની ફેડરેશન કાઉન્સિલની ચેર વેલેન્ટિના મેટવિયેન્કોએ જણાવ્યું હતું કે આ હુમલાએ રશિયાએ યુક્રેન સામે ચાર વર્ષ પહેલા શરૂ કરેલી લશ્કરી કાર્યવાહીને અંત ભણી લઈ જવાના નિર્ણયને વાજબી ઠેરવી છે. આ બાબત દર્શાવે છે કે અમારી વાત કેટલી અધિકૃત છે. 

રશિયાએ પણ યુક્રેનના ઓડેસા શહેરમાં હુમલો કર્યો હતો અને આ હુમલામાં તેમના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચરને ફટકો માર્યો હતો. હુમલાના કારણે બે રહેણાક ઇમારતોને નુકસાન થયું હતું. કુલ ૨૦૫ ડ્રોનમાંથી ૧૭૬ ડ્રોનને એર ડિફેન્સ સિસ્ટમ્સે ખતમ કરી નાખ્યા હતા. 

રશિયાએ આ પહેલા પુતિનના ઘર પર યુક્રેને ડ્રોન હુમલા કર્યાનો આક્ષેપ કર્યો હતો, જેને યુક્રેને નકારી કાઢ્યો હતો. રશિયાએ તેના આરોપના સમર્થનમાં પુરાવા પણ આપ્યા છે. નવા વર્ષના સંબોધનમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે પીસ ડીલ 90 ટકા તૈયાર છે, પરંતુ ચેતવણી આપી હતી કે 10 ટકા હજી બાકી છે. 

ટ્રમ્પના ખાસ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફે જણાવ્યું હતું કે તેમણે, વિદેશ પ્રધાન માર્ક રૂબિયો, ટ્રમ્પના જમાઈ અને સલાહકાર જેરેડ કુશનરે બ્રિટન, જર્મની, ફ્રાન્સ અને યુક્રેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે યુક્રેન શાંતિ મંત્રણાને આગળ ધપાવવાને લઈને રચનાત્મક વાત કરી હતી. અમે ટ્રમ્પના શાંતિ પ્રયત્નોના ભાગરૂપે અમે વાતચીતને આગળ ધપાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. તેમા યુક્રેનને સુરક્ષા ખાતરીનો અને યુદ્ધવિરામનો સમાવેશ થાય છે.



Source link

Related Articles

Back to top button