गुजरात
જાંબુવા બ્રિજ પાસે વાહનની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by vehicle near Jambuwa Bridge

![]()
વડોદરા,જાંબુવા પાસે બાઇક લઇને જતા રેલવેના કર્મચારીને અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માણેજા શ્રીજી ટેનામેન્ટમાં રહેતો ૩૨ વર્ષનો વિદ્યાચરણસિંગ રેલવેમાં કોન્ટ્રાક્ટ પર હેલ્પર તરીકે કામ કરતો હતો. આજે બપોરે તે બાઇક લઇને જાંબુવા બ્રિજ નજીકથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તે રોડ પર ફંગોળાયો હતો. ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. સયાજી હોસ્પિટલમાં મૃતદેહને પી.એમ. માટે લઇ જવામાં આવ્યો હતો. વિદ્યાચરણસિંગને ટક્કર મારીને ભાગી જનાર વાહન ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


