गुजरात
શેરી કૂતરા પર લક્ઝરી બસના પૈંડા ફરી વળતા મોત | Street dog dies after being run over by luxury bus

![]()
વડોદરા,આજવા રોડ પર પ્લોટની દીવાલને અડીને સૂતા શેરી કૂતરા પર લક્ઝરી બસના પૈંડા ફરી વળતા તેનું મોત થયું હતું. આ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આજવા રોડ સયાજી ટાઉનશિપ રોડ હેમદીપ રેસિડેન્સી ચાર રસ્તા પાસે ગત ૩૦ મી તારીખે સાંજે એક શેરી કૂતરૃં કોર્પોેરેશનના પ્લોટની દીવાલને અડીને સૂતુ હતું. તે દરમિયાન એક લક્ઝરી બસ સયાજીનગર તરફથી આવી હતી. હેમદીપ ચાર રસ્તા પાસે ટર્ન મારતા સમયે બસના આગળના ટાય નીચે કૂતરૃં કચડાઇ ગયું હતું. ત્યાં ઊભેલા લોકોએ બસને રોકવાનું કહેવા છતાંય બસ ઊભી રહી નહતી. લોકોએ પીછો કરીને એક કિલોમીટર દૂર બસ ઊભી રખાવી હતી. લક્ઝરી બસના ચાલકનું નામ વિનોદ દિપાભાઇ બારીયા હોવાનું જાણવા મળ્યું હતું. ઇજાગ્રસ્ત કૂતરાને સારવાર માટે અકોટા ખાતેના ક્લિનિકમાં લઇ જવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.



