गुजरात
નડિયાદ-કપડવંજ રોડ પર રિક્ષા અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર, માતા-પુત્રીનું મોત, ત્રણને ઈજા | Accident between rickshaw and bike on Nadiad Kapadwanj road Kheda

![]()
Accident On Nadiad-Kapadwanj Road Kheda : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના નડિયાદ-કપડવંજ રોડ પર રઈજીપુરા પાટિયા નજીક રિક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માતા-પુત્રીનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
નડિયાદ-કપડવંજ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે મહુધા સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ કઠલાલની કેરવેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: મકરબા પાસે ટ્રેનની અડફેટે ભાવનગરના યુવાનનું કરૂણ મોત, આત્મહત્યાની આશંકા
ઘટનાની જાણ થતાં જ મહુધા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અકસ્માતના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.



