લશ્કર-એ-તૈય્યબા ભારત સામે કાશ્મીર અંગે ફરી ઝેર ઑકી રહ્યું છે | Lashkar e Taiba is spewing venom against India again over Kashmir

![]()
– નવ વર્ષને વધાવતી નવી ધમકીઓ
– એલ.ઇ.ટી.ના નાયબ વડા કહે છે : ‘મારા આ છેલ્લા શબ્દો છે કે કાશ્મીર મિશનમાં અમો છોડીશું નહી પેલેસ્ટાઇન મુક્ત કરાવીશું : ભારત જૂનાગઢ, હૈદરાબાદ ગળી ગયું છે’
ઇસ્લામાબાદ : એવું લાગે છે કે, ‘ઓપરેશન સિન્દૂર’ના ઘા પાકિસ્તાનને હજી રૂઝાયા નથી. લશ્કર-એ-તૈય્યબાના નાયબ વડા અને કુખ્યાત ત્રાસવાદી હાફીઝ સૈયદના નિકટવર્તી સૈફુલ્લાહ કાસુરીએ નવ વર્ષના પ્રારંભ સાથે નવી ધમકીઓ ઉચ્ચારવી શરૂ કરી છે સાથે ‘ઓપરેશન સિંદૂર’ને નગણ્ય કહેતા જણાવ્યું હતું કે, ‘તેથી તો અહીં તહીં થોડું નુકસાન થયું છે પરંતુ મારા શબ્દો સાંભળી લેજો, મારા આ છેલ્લા શબ્દો છે આપણા લોકો પણ સાંભળી લો અરે બહારના પણ ભલે સાંભળે, મિત્રો પણ ભલે સાંભળે દુશ્મનો પણ ભલે સાંભળે અમે અમારા કાશ્મીર મિશનને ભૂલીશું નહીં છોડીશું પણ નહીં’ આ સાથે તેઓએ પેલેસ્ટાઇનને મુક્ત કરવા જીહાદ ઉઠાવવાનું એલાન આપ્યું હતું.
અહીં આજે યોજાયેલી એક વિશાળ માનવ- મેદનીને કરેલા સંબોધનમાં તેઓએ કાશ્મીરના પ્રશ્નને પેલેસ્ટાઇન અને જેરૂસલેમને જોડતાં કહ્યું હતું કે, તે બંનેને મુક્ત કરવાના જ છે.
સૈફુલ્લાહે આટલેથી ન અટકતા આગળ કહ્યું હતું કે ભારત ગેરકાયદેસર જૂનાગઢ અને હૈદરાબાદ ગળી ગયું છે. તેણે આગળ વધતા કહ્યું કે ભારતે ગેરકાયદે જ કાશ્મીર, અમૃતસર, હોંશિયારપુર, ગુરૂદાસપુર, જૂનાગઢ, માણાવદર, હૈદરાબાદ, દખ્ખણ અને બંગાળ પચાવી પાડયા છે. આ બધા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો બ્રિટિશરો અને હિન્દુઓએ સાથે મળી કાવતરૃં કરી પાકિસ્તાનના હાથમાંથી છિનવી લીધા છે.
સૈફુલ્લાહે આવા ઐતિહાસિક વાસ્તવિકતાથી તદ્દન વિરોધાભાસી વિધાનો કર્યા હતા તેમ છતાં એ તેણે કહ્યું હતુ કે, વાસ્તવમાં તો ‘લશ્કર-એ-તૈય્યબા’ એક શાંતિપ્રિય સંગઠન છે.
ઉલ્લેખનીય તો તે છે કે, યુ.એસ. જ લશ્કર-એ-તૈય્યબાને દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠનો પૈકીનું એક કહ્યું છે.



