બાંગ્લાદેશમાં ફરી એક હિન્દુનું લિંચિંગ પહેલા સરેઆમ માર્યો; પછી જીવતો જલાવવા કોશીશ | Another Hindu khokan das lynched in Bangladesh

![]()
Bangladesh News: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરૂદ્ધ થતી હિંસાના મામલા સતત સામે આવી રહ્યા છે. શરિયતપુર જિલ્લામાં મેડીકલ સ્ટોર ધરાવતા ખોકન દાસ ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. 50 વર્ષના ખોકન દાસ ઉપર પહેલા ધારદાર શસ્ત્રોથી હુમલો કરાયો, પછી મારપીટ કરાઈ અને પછી તેના શરીર ઉપર પેટ્રોલ છાંટી તેને જીવતો સળગાવવાનો પ્રયત્ન કરાયો પરંતુ તે ગમેતેમ કરી ટોળામાંથી છટકી જઈ શક્યો.
31મી ડિસેમ્બરે મોડી સાંજે આ ઘટના બની હતી જ્યારે તે દુકાન બંધ કરી ઘેર પાછો ફરતો હતો ત્યારે ટોળાએ તેને ઘેરી લીધો હતો અને તેને મારવા લાગ્યા હતા. આ સમયે પોલીસ હાજર હોવા છતાં માત્ર મૂક સાક્ષી બની રહી હતી. આમ છતાં ગમે તેમ કરી ખોકનદાસ એમાંથી છટકી ઘર સુધી પહોંચી શક્યો તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, 18 ડિસેમ્બર 2025ના દિવસે, મયમાનસિંહ જિલ્લાના ભાવુકા ગામે ગાર્મેન્ટ વર્કર દીપુ ચંદ્ર દાસ ઉપર ઇશનિંદાનો તદ્દન ખોટો આક્ષેપ મૂકી ટોળાએ પહેલા તેને સખત માર માર્યો. પછી ઝાડ ઉપર લટકાવી શરીર પર કેરોસીન છાંટી જીવતો સળગાવી દેવાયો હતો. પોલીસે આ ઘટના અંગે કેટલાકની ધરપકડ કરી પરંતુ પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે આટલી હદે વાત પહોંચી અને દીપુ દાસને ઝાડ પર લટકાવ્યો ત્યાં સુધી પોલીસ શું કરતી હતી ? જો સમયસર પહોંચી ગઈ હોત તો તેને બચાવી શકાયો હોત.
28મી ડિસેમ્બરે ફીરોઝપુર જિલ્ના દુમરિતલા ગામમાં હિન્દુ કુટુંબોના ઘરોને આગ લગાડવા પ્રયત્ન કરાયો ચટ્ટોગ્રામમાં તો હિન્દુઓના ઘરોને આગ લગાડી જ દેવાઈ હતી તેમાં તો ઘરના દરવાજા બંધ કરી તમામને જીવતા સળગાવવા પ્રયત્ન કરાયો પરંતુ તેઓ પાછળની બારીએથી બહાર કૂદી ગયા હતા.
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વ નીચેની અંતરિમ સરકાર દરમિયાન હિન્દુઓ સહિત લઘુમતીઓ ઉપર સતત હુમલા વધી રહ્યા છે. ભારતે તે અંગે બાંગ્લાદેશ રકાર સમક્ષ વિરોધ પણ નોંધાવ્યો છે સાથે ત્યાં બનતી ઘટનાઓ પર નજર રાખી રહી છે.



