गुजरात

થાનમાં ખાખરાળી ચોકડી પાસેથી રૂ. 2.56 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 56 lakh seized from Khakhrali Chowkdi in police station



– થાનના શખ્સ સામે ગુનો

– દારૂની 642 બોટલ, બિયરની 64 બોટલ, કાર સહિત રૂ. 7.56 લાખનો મુદ્દામાલ જપ્ત

થાન : સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૧ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈ બૂટલેગરો સક્રિય થયા છે ત્યારે થાન પોલીસે શહેરી વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ૭.૫૬ લાખના દારૂના જથ્થા ઝડપી પાડી એક શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે.

થાન પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન થાન ખાખરાળી ચોકડી પાસે આવેલ પાર્શ્વનાથ રેસીડેન્સી ફ્લેટના બ્લોક નંબર-સી નીચે આવેલ પાકગમાં રાખેલ કાર શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેની તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૬૪૨ તથા અલગ અલગ બ્રાન્ડની બિયરની ૬૪ બોટલ (બંને મળી રૂ.૨.૫૬ લાખ) તથા કાર (રૂ.૦૫ લાખ) મળી કુલ રૂ.૭.૫૬ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે ઈંગ્લીશ દારૂના જથ્થાનો સંગ્રહ કરનાર શખ્સ ઈરફાનભાઈ ગફુરભાઈ ભટ્ટી (રહે.થાન) હાજર મળી નહીં આવતા થાન પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરીમાં થાન પી.આઈ., પીએસઆઈ સહિતના પોલીસે સ્ટાફે સફળ કામગીરી હાથ ધરી હતી.



Source link

Related Articles

Back to top button