राष्ट्रीय
2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે


– 2025ની ઉદાસીનતા પછી એક નવી આશાનો સંચાર
– ટાપુ દેશ કિરિબાતીથી ઉજવણી શરૂ થઇ, બોન્ડી બીચ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી ઓસ્ટ્રેલિયાએ નવા વર્ષને વધાવ્યું
– મુંબઇ, ગોવા, દિલ્હી સહિતના સ્થળોએ મ્યૂઝિક, ડાંસ, પાર્ટી સાથે લોકોએ નવા વર્ષને આવકાર્યું
– આતંકવાદ, યુદ્ધો, પ્રદૂષણ, એઆઇ સહિતની ટેક્નોલોજીનો દુરૂપયોગ સહિતના પડકારો સાથે વિશ્વ નવા વર્ષમાં પ્રવેશ્યું
નવી દિલ્હી/સિડની/લંડન/ન્યૂયોર્ક : નવી આશાઓ, અવસરો, પડકારો અને ઉમંગ સાથે વિશ્વભરમાં નવા વર્ષ ૨૦૨૬નું સ્વાગત કરાયું હતું અને વર્ષ ૨૦૨૫ને વિદાય આપવામાં આવી હતી. યુદ્ધો, આતંકી હુમલા અને ગ્લોબલ વોર્મિંગ સહિતના પડકારો સાથે લોકોએ વર્ષ ૨૦૨૬ને વધાવ્યું હતું.



