गुजरात

આ વર્ષના બીલ ઉપર યોજના લાગૂ નહીં, આજથી ૩૧ માર્ચ સુધી પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી સ્કીમનો અમલ | The scheme will not apply to this year’s bills



     

  અમદાવાદ,બુધવાર,31 ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી ૩૧ માર્ચ સુધી
પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી સ્કીમનો અમલ કરાશે. આ વર્ષના બીલ ઉપર યોજના લાગૂ થશે
નહીં. જાન્યુઆરી મહિનામાં રહેણાંક મિલકતો માટે વ્યાજમાં ૮૫ તથા કોમર્શિયલ મિલકત
માટે વ્યાજમાં ૬૫ ટકા વ્યાજમાફી કરદાતાને અપાશે. આ સ્કીમથી કોર્પોરેશનને રુપિયા
૫૦૦ કરોડથી વધુ આવક થવાનો આશાવાદ છે.

અમદાવાદમાં ૧૫ લાખથી વધુ રહેણાંક તથા ૭ લાખથી વધુ કોમર્શિયલ
મિલકતો આવેલી છે.કુલ મળીને ૨૨ લાખથી વધુ મિલકતોના મિલકત  ધારકોને જુની અને નવી ફોર્મ્યુલા મુજબ
પ્રોપર્ટી ટેકસના વ્યાજમા અલગ અલગ સ્લેબમાં માફી આપવાનો નિર્ણય કરાયો છે.
વ્યાજમાફી સ્કીમ હેઠળ ચાલી અને ઝૂંપડાવાળી મિલકતો માટે વ્યાજમાં સો ટકા માફી
અપાશે.જુની ફોર્મ્યુલા અંતર્ગત ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ-૨૬ સુધી રહેણાંક અને
કોમર્શિયલ બંને પ્રકારની મિલકત માટે ૧૦૦ ટકા વ્યાજમાફી અપાશે.આ વ્યાજ માફી સ્કીમ
વર્ષ-૨૦૨૫-૨૬ના બાકી પ્રોપર્ટી ટેકસ માટે લાગૂ પડશે નહીં.

કયા મહિનામા કેટલી વ્યાજ માફી

મહિનો  રહેણાંક(ટકા)
કોમર્શિયલ(ટકા)

જાન્યુઆરી ૮૫    ૬૫

ફેબુ્રઆરી  ૮૦    ૬૦

માર્ચ        ૭૫   ૫૦



Source link

Related Articles

Back to top button