હાઇસ્કૂલના વિદ્યાર્થીની કમાલ, AIથી 15 લાખ ખગોળીય પિંડ શોધી કાઢ્યા | High school students amazing feat discovered 1 5 million astronomical objects with AI

![]()
– નાસાએ નોકરીની ઑફર કરી : મૈરિયો પાઝને જેટ વિમાનની મુસાફરી માટેનો ખર્ચ પણ ઉપાડયો : નાસા પ્રમુખે અરજી કરવા કહ્યું
વૉશિંગ્ટન : કેલિફોર્નિયા સ્થિત હાઇસ્કૂલના ૧૫ વર્ષના વિદ્યાર્થીએ હજી સુધી ન જોયેલા ૧૫ લાખ જેટલા ખગોળીય ઑબ્જેક્ટસ શોધી કાઢ્યા છે. એ.આઇ.ની મદદથી તેણે શોધેલો આ અવકાશી પિંડોથી ખ્યાતનામ ખગોળશાસ્ત્રીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે. આ વિદ્યાર્થીનું નામ છે મૈરિયો પાઝ. તેણે એ.આઇ.ની મદદથી વીઓવાઇઝ મિશનના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. તે દ્વારા તેણે ૧૫ લાખ બ્રહ્માંડીય વસ્તુઓ શોધી કાઢી છે. હજી સુધી નહીં ઓળખાયેલા આ પદાર્થો છે. નાસાના ડિરેક્ટર જૈરેડ આઇજેકમેને આ કિશોરની જાહેરમાં પ્રશંસા કરી હતી. તેઓએ તેને નોકરી માટે બોલાવ્યા પરંતુ વિમાન યાત્રાનો ખર્ચ પણ આપવા વચન આપ્યું અને તે પણ ફાયટર જેટ દ્વારા આવવા કહ્યું.
મૈરિયોનો પ્રોજેક્ટ કેલટૅકની પ્લેનેટ- ફાઇન્ડર એકેડમીમાં શરૂ થયો. તે માટે તેણે ખગોળશાસ્ત્રી ડેવી કર્કપેટ્રિક સાથે કામ કર્યું હતું.
કેલિફોર્નિયાની પાસાડેનાની એક સેકન્ડરી સ્કૂલના આ વિદ્યાર્થીને કર્કપેટ્રિકનાં ગાઇડન્સથી ઘણો લાભ થયો છે. તેથી જ તેઓના આ પ્રોજેક્ટ સફળ થયો છે તેમ તેનું કહેવું છે.
આ મૈરિયોએ પોતે જ એક વિશિષ્ટ મશીનની સંશોધન પ્રણાલી વિકસાવી તે દ્વારા નિયોવાઇઝ આર્કાઇવ્ઝ દ્વારા આશરે ૨૦૦ મિલિયન ઇન્ફ્રારેડ ડેટા પોઇન્ટસનું વિશ્લેષણ કર્યું. પારમ્પરિક રીતે તો સૂક્ષ્મ સંકેતો દેખી શકાય નહીં પરંતુ એ.આઇ. મોડેલ દ્વારા તેને ઓળખી કાઢ્યા છે. સબારોવે જ આ પ્રણાલીએ દૂર રહેલા ક્વાર્સાસ (સતત X રેડ ફેંકતા ખગોળીય પદાર્થો) અને સુપરનોવા (વિસ્ફોટ થઈ બની ગયેલા વિશાળ તારકો) સહિત વિભિન્ન ખગોળીય ઘટનાઓ તારવી લીધી.


