दुनिया

નવા વર્ષની ઉજવણી પહેલા જાપાનમાં ભૂકંપ, 6ની તીવ્રતાથી ધરતી ધ્રૂજતા લોકોમાં ફફડાટ | Earthquake In Japan Magnitude 6 Jolts Japan Nod City New Year Eve



Japan Earthquake : નવા વર્ષની ઉજવણી પહેલા જાપાનમાં રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર, 31 ડિસેમ્બરે જાપાનના નોડા શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 19.3 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. જોકે, રાહતની વાત એ છે કે, ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનમાલને નુકસાન થયું નથી.

તિબેટમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ

જાપાન ઉપરાંત તિબેટમાં પણ મંગળવારે બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અહેવાલ મુજબ, ભારતીય સમય અનુસાર બપોરે 3:26 વાગ્યે તિબેટમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.

આ પણ વાંચો : ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો, બે વખત પરીક્ષણ સફળ

જાપાનમાં એક મહિનામાં ત્રીજી વખત ભૂકંપ

જાપાનમાં છેલ્લા એક મહિનામાં ભૂકંપની આ ત્રીજી ઘટના છે. અગાઉ 12 ડિસેમ્બરે ઈવાતે પ્રાંતના કુજી શહેરથી 130 કિલોમીટર દૂર 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે હવામાન વિભાગે ચેતવણી પણ જાહેર કરી હતી. તે પહેલા 8 ડિસેમ્બરે 7.5ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ નોંધાયો હતો, જેના કારણે સુનામી પણ આવી હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો : ભારત પર આક્ષેપ કરનાર બાંગ્લાદેશની પોલ ખુલી



Source link

Related Articles

Back to top button