હરણી સમા લિંક રોડ પર રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બૂલેટ ચાલક પટકાયો | Bullet driver hit by dog on Harni Sama Link Road

![]()
વડોદરા,હરણી સમા લિંક રોડ પર રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા તેમજ વાઘોડિયા રોડ ડી માર્ટ પાસે ગાયના કારણે બે બાઇક સવારને ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
સમા તળાવ સર્કલ પાસે રહેતો ૪૦ વર્ષનો કેતુલકુમાર વિનોદકુમાર પટેલ ગઇકાલે રાત્રે નોકરીથી છૂટીને બૂલેટ લઇને ઘરે પરત આવતા હતા. રાત્રે ૧૧ વાગ્યે હરણી સમા લિંક રોડ પરથી જતો હતો. તે દરમિયાન રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા તે રોડ પર પટકાયો હતો. કેતુલને માથા, હાથ અને મોંઢા પર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ કલાદર્શન પાસે વુડા હાઉસિંગ બોડના મકાનમાં રહેતો ૧૯ વર્ષનો વિજય દિનેશભાઇ વણજારા ગઇકાલે રાત્રે મમ્મીને દવાખાનેથી લેવા માટે બાઇક લઇને જતો હતો. રાત્રે સાડા નવ વાગ્યે ડી માર્ટ નજીકરસ્તા વચ્ચે ગાય આવી જતા રોડ પર પટકાયો હતો. બાઇકનું સ્ટિયરિંગ આંખ તથા કાન પર વાગતા ઇજા થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.



