दुनिया

VIDEO: સાઉદી અરેબિયાએ સમુદ્રમાં UAEના 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, યમનથી સેના પરત બોલાવી | Saudi Arabia Airstrike On UAE Military Vehicle Yemen Declares 90 Day State Of Emergency



Saudi Arabia Airstrike On UAE : પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે ત્યારે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સામસામે આવી ગયા છે. આ વિવાદ વચ્ચે સાઉદી અરેબિયાએ સમુદ્રમાં યુએઈના 2 જહાજો પર એરસ્ટ્રાઈક કરી છે. ત્યારબાદ યુએઈ હુમલો કરવાનું હતું, જોકે તેણે યમનથી પોતાની સેના પરત બોલાવી લીધી છે. સાઉદી અરેબિયાએ યમનના મુકલ્લા બંદરગાહ પર લશ્કરી વાહનો અને શસ્ત્રોથી ભરેલા બે જહાજો પર આ હુમલો કર્યો હતો. સાઉદીનો આરોપ છે કે, આ જહાજો યમનના વિદ્રોહી સંગઠનો માટે લાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ સાઉદી સામે થવાનો હતો.

સાઉદીએ હુમલા પહેલા વીડિયો જાહેર કર્યો

હુમલા પહેલા સાઉદી અરેબિયાએ પુરાવા તરીકે યુએઈના ફુજૈરાહ બંદરનો ડ્રોન વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં જહાજો પર સૈન્ય વાહનો લાદવામાં આવતા જોઈ શકાતા હતા. સાઉદીએ યુએઈને 24 કલાકનું અલ્ટીમેટમ આપીને તાત્કાલિક સેના હટાવવા ચેતવણી આપી હતી. સાઉદીના મતે યુએઈની આ પ્રકારની ગતિવિધિઓ અત્યંત જોખમી અને તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે.

યુએઈએ હથિયારો મોકલવાના આક્ષેપો નકાર્યા

બીજીતરફ યુએઈએ હથિયારો મોકલવાના આરોપને નકારી કાઢ્યા છે, જોકે લશ્કરી વાહનોની ખેપ મોકલવાની વાત સ્વીકારી છે. યુએઈએ સ્પષ્ટતા કરી કે આ વાહનો તેમની પોતાની સેના માટે હતા. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે યુએઈના સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે, તેઓ યમનમાં રહેલી તેમની આતંકવાદ વિરોધી ટીમો અને બાકી રહેલા તમામ સૈનિકોને પોતાની મરજીથી પરત બોલાવી રહ્યા છે. વધુમાં યુએઈએ જણાવ્યું કે, તેઓ સાઉદી અરેબિયાની સુરક્ષાને નબળી પાડતી કોઈપણ પ્રાદેશિક પ્રયાસમાં સામેલ નથી અને સાઉદીની સાર્વભૌમત્વનું સન્માન કરે છે.

આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે, અમેરિકાની ભવિષ્યવાણી

યમનમાં 90 દિવસની કટોકટી

યમનમાં વધતા આંતરિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને ત્યાંની પ્રેસિડેન્શિયલ લીડરશીપ કાઉન્સિલ (PLC)એ 90 દિવસની કટોકટી જાહેર કરી છે. PLCએ યુએઈ સાથેનો સંયુક્ત સંરક્ષણ કરાર રદ કરી દીધો છે અને આગામી 72 કલાક માટે હવાઈ, સમુદ્રી તથા જમીની માર્ગો પર નાકાબંધી લગાવી દીધી છે. હકીકતમાં યમનમાં સાઉદી સમર્થિત સરકાર અને યુએઈ સમર્થિત અલગતાવાદી જૂથો વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે, જેણે હવે બે મોટા દેશો વચ્ચેના યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે.

આ પણ વાંચો : એસ.જયશંકર બાંગ્લાદેશ જશે, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે



Source link

Related Articles

Back to top button