मनोरंजन

Golmaal 5: અજય દેવગણની ‘ગોલમાલ 5’માં જૂની ગેંગની એન્ટ્રી, આ વખતે વિલન પણ હશે ખાસ! | Bollywood News Golmaal 5 Ajay Devgan Rohit Shetty Golmaal 5 star cast female villain



Bollywood News: રોહિત શેટ્ટી ફરી ‘ગોલમાલ 5’ લઈને આવી રહ્યા છે એવી ચર્ચાઓ થતાં જ દર્શકોનો ‘જોશ હાઈ’ થઈ ગયો છે. મહત્વની વાત એ છે ગોલમાલ 5ની સ્ટારકાસ્ટ નક્કી થઈ ગઈ છે, મૂળ જૂની કાસ્ટ ફિલ્મમાં પરત ફરી રહી છે. ગોલમાલ 5માં એક અભિનેત્રી વિલનની ભૂમિકા ભજવશે. રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત આ કોમેડી ફ્રેન્ચાઇઝ ફિલ્મ 2006માં ‘ગોલમાલ: ફન અનલિમિટેડ’નામથી રીલીઝ થઈ હતી જેને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો.

વાહિયાત સ્થિતિઓ પણ રમૂજ ભરપૂર!

‘ગોલમાલ: ફન અનલિમિટેડ’ની સફળતા બાદ રોહિત શેટ્ટીએ બે વર્ષ પછી તેની સિક્વલ ‘ગોલમાલ રિટર્ન્સ’ રીલીઝ કરી હતી, જે પછી 2010માં ‘ગોલમાલ 3’ અને 2017માં ‘ગોલમાલ અગેઇન’ આવી હતી. આ ફિલ્મના મિત્રો એવી વાહિયાત સ્થિતિમાં ફસાઈ જાય છે કે રમૂજી દ્રશ્યોની ભરમાર થાય છે. આ ફિલ્મમાં ગોપાલ (અજય દેવગણ), માધવ (અરશદ વારસી), લક્ષ્મણ (શ્રેયસ તલપડે) અને લકી (તુષાર કપૂર) જેવા પાત્રો દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે.  અજય દેવગણ અને રોહિત શેટ્ટી આ 14મી ફિલ્મમાં સાથે કામ કરશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનાના આસપાસ શરૂ થશે જ્યારે 2027માં તે રીલીઝ કરવામાં આવશે તેવી  ચર્ચા છે. 

‘ગોલમાલ 5’ની સ્ટારકાસ્ટ

સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ ગોલમાલ 5 એક ફેન્ટસી કોમેડી (કાલ્પનિક કોમેડી) ફિલ્મ હશે. જેમાં મોટાભાગના કલાકારોના નામ ફાઈનલ થઈ ગયા છે. અજય, અરશદ, તુષાર, શ્રેયસ અને કુણાલ સહિત બધા મુખ્ય કલાકારો પાછા ફરી રહ્યા છે, અને શરમન પણ ધૂમ મચાવશે. આ ઉપરાંત જોની લીવર, અશ્વિની કાલેસ્કર, મુકેશ તિવારી, સંજય મિશ્રા અને બાકીના કલાકારો પણ કાસ્ટમાં સામેલ છે

આ પણ વાંચો: ‘ધુરંધર’ કે ‘સૈયારા’ નહીં… 2025માં આ ગુજરાતી ફિલ્મ રહી સૌથી સુપરહિટ, 24000 ટકા નફો

સૂત્રએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે અજય દેવગણની વિરુદ્ધમાં મુખ્ય અભિનેત્રીની શોધ ચાલી રહી છે. ચર્ચાઓ હજુ શરૂઆતના તબક્કામાં જ છે. બે અન્ય મુખ્ય પાત્રોના નામ ફાઈનલ કરવાના બાકી છે. જેમાંથી એક વિલન હશે તેમજ એક કોમેડી ગેંગસ્ટર હશે. ફિલ્મની કહાની એવી રીતે લખવામાં આવી છે કે નેગેટિવ પાત્ર એક મહિલા નિભાવશે.



Source link

Related Articles

Back to top button