गुजरात

ગુજરાતમાં દારૂની પરમિટના ભાવ વધ્યા છતાં અરજીમાં ધરખમ વધારો! સૌથી વધુ અમદાવાદમાં | Liquor Permit Fees Rise in Gujarat Yet Applications Surge Ahmedabad Tops the List



Gujarat Liquor Permit: એક જાણીતી ગઝલના શબ્દો છે છે કે ‘હુઈ મહંગી બહુત હી શરાબ કે, થોડી થોડી પિયા કરો… થર્ટી ફર્સ્ટ આવી રહી છે ત્યારે ગુજરાતમાં દારૂની કિંમતમાં તો વધારો થયો જ તેની સાથે પરમિટનો દર વધી ગયો છે. અમદાવાદમાં નવી હેલ્થ પરમિટનો દર રૂપિયા પાંચ હજારથી વધારીને રૂપિયાને 25 હજાર, જયારે રિન્યૂ કરાતી પરમિટ દર રૂપિયા 6 હજીર વધારીને રૂપિયા 20 હજાર કરી દેવાયો છે. નવી પરમિટનો દર અગાઉ રૂપિયા 20 હજાર અને રિન્યુ કરાતી પરમિટનો દર રૂપિયા 14 હજાર હતો.

કયા જિલ્લામાં કેટલા પાસે પરમિટ?

જિલ્લો પરમિટ (અંગ્રેજી આંકડામાં)
અમદાવાદ 16,485
સુરત 8,971
રાજકોટ 5,403
વડોદરા 4,180
કચ્છ 2,932
જામનગર 2,547
આણંદ 2,211
ગાંધીનગર 1,960
ભરૂચ 1,283

આ પણ વાંચોઃ 2025માં ગુજરાતમાં 1.78 લાખ લોકો અકસ્માતમાં ઘવાયા! સૌથી વધુ અમદાવાદમાં

85 ટકા લોકોએ સ્વાસ્થ્યનું કારણ આપી લીધી પરમિટ

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં 52 હજારથી વધુ લોકો એવા છે, જેમની પાસે દારૂનો પરવાનો છે. આ પૈકી 85 ટકા લોકોએ તો સ્વાસ્થ્યનું કારણ આપીને પરવાનો મેળવેલો છે, જેનો આંકડો 45 હજાર જેટલો છે, જ્યારે રૂ. 551 હંગામી પરમિટ, 3530 મુલાકાતી પરમિટ અને 1743 પ્રવાસી આપવામાં છે. પરમિટ માટેના દરમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે.

લીકર પરમિટની આવક 11.65 કરોડ

વર્ષ કુલ
2024 5.69 કરોડ
2025 5.96 કરોડ
કુલ

11.65 કરોડ

શું છે પરમિટની પ્રક્રિયા? 

નવી પરમિટ માટેનો દર રૂપિયા 25 હજાર છે તેમ જણાવતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે ઉમેર્યું કે, તણાવભર્યું જીવન, હાયપર ટેન્શન, અનિદ્રા જેવી સમસ્યા હોય તો તેવા સંજોગોમાં હેલ્થ પરમિટ આપવામાં આવે છે. પરંતુ, હેલ્થ પરમિટ આપતા અગાઉ તેને ખરેખર હેલ્થ પરમિટની જરૂર છે કે કેમ, અરજદારની ઉંમર, આવકનો દાખલો જેવી બાબતો ખૂબ જ ઝીણવટથી ચકાસવામાં આવે છે. આ બધી બાબતો ચકાસ્યા બાદ જ હેલ્થ પરમિટ આપવી કે કેમ તે નક્કી થાય છે. સિવિલ હોસ્પિટલમાંથી આ આ અરજી નશાબંધી કચેરીમાં મોકલવામાં આવે છે, જ્યાંથી અરજી રિજેક્ટ થવાનું પ્રમાણ 10 ટકાની આસપાસ હોય છે. 

અમદાવાદ સિવિલમાં લિકર પરમિટ – મહિલાઓમાં પ્રમાણ વધ્યું

વર્ષ પુરુષ મહિલા કુલ
2024 3280 219 3499
2025 3408 235 3643

આ પણ વાંચોઃ અંબાજી મંદિરમાં હવે 5 મીટર સુધીની ધજા જ ચઢાવી શકાશે, ભક્તોની સલામતી માટે મોટો નિર્ણય

સિવિલમાં આ વર્ષે 897નું નવી પરમિટ અપાઈ

પરમિટની અરજીથી સિવિલમાં રોગી કલ્યાણ સમિતિને છેલ્લા બે વર્ષમાં રૂપિયા 11.65 કરોડથી વધુની આવક થયેલી છે. સિવિલમાં આ વર્ષે 897નું નવી પરમિટ અપાઈ છે. આમ, 2024 કરતાં 2025માં નવી પરમિટના પ્રમાણમાં 3 ગણો વધારો નોંધાયો છે.

સિવિલમાં ગત વર્ષે 290 સામે આ વર્ષે 897 નવી અરજી

વર્ષ નવી રિન્યૂ કુલ
2023 1248 3176 4424
2024 290 3209 3499
2025 897 2746 3643
કુલ 2,435 9,131 11,566

અમદાવાદની 20 હોટલ પાસે લિકર પરમિટ

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અન્ય રાજ્યોમાંથી અને વિદેશથી આવતા પ્રવાસીઓની સુવિધા માટે કેટલીક હોટલોમાં લિકર પરમિટ આપવામાં આવતી હોય છે. જેમાં હાલમાં અમદાવાદમાં 20 અને પાટનગર ગાંધીનગરની ચાર હોટલને લિકર પરમિટ આપવામાં આવી છે તેમ વિધાનસભામાં સરકાર દ્વારા માહિતી અપાઈ હતી.



Source link

Related Articles

Back to top button