गुजरात

ઇપીએસ-95 પેન્શનરોને ઓછું પેન્શન મળતા વિરોધ નોંધાવ્યો | EPS 95 pensioners protest against low pension



– માત્ર રૂા. 500 થી 2300 સુધીનું પેન્શન મળતા નારાજગી 

– 7500 પેન્શન, મેડિકલ સહિતની સુવિધા આપવા માંગણી : 78 લાખ પેન્શનરોને અન્યાય  

ભાવનગર : ભાવનગર શહેરમાં ઇપીએસ-૯પ પેન્શનરો ધારકોએ આજે સોમવારે પેન્શન વધારવા માંગણી કરી હતી અને આ મામલે મહિલા સાંસદના કાર્યાલયે ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. 

ઇપીએસ-૯પ પેન્શન ધારકોને માત્ર રૂા. પ૦૦ થી ર૩૦૦ સુધીનું પેન્શન મળે છે પરંતુ હાલ મોંઘવારીના પગલે પેન્શનરોને ખૂબ જ મૂશ્કેલી પડી રહી છે ત્યારે પેન્શન રૂા. ૭પ૦૦, ડી.એ., મેડિકલ સુવિધા આપવા માંગણી કરી છે. મોંઘવારી પ્રમાણે ખૂબ જ ઓછુ પેન્શન હોવાથી ૭૮ લાખ પેન્શનરોને અન્યાય થઈ રહ્યો છે. પેન્શન વધારાની માંગણી સાથે આજે સોમવારે પેન્શનરોએ મહિલા સાંસદ અને કેન્દ્રીય મંત્રીના કાર્યાલય ખાતે ધરણા કર્યા હતા તેમજ પેન્શન વધારવા આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. 

નિવૃત્તી પછી સારી રીતે જીવન પસાર કરી શકે તે માટે કર્મચારીઓએ સેલરીમાંથી દર મહિને ૪૧૭, પ૪૧, ૧ર૦૦ જેવી વિવિધ રકમો પેન્શન સ્કીમમાં જમા કરાવીને પછી નિવૃતી લીધી છે. આ બાબતે સરકાર તત્કાલ યોગ્ય લે તેવી પેન્શનરોએ માંગણી કરી છે ત્યારે પેન્શનરોની માંગણીના મામલે સરકાર શું પગલા લે છે ? તેની રાહ જોવી જ રહી. 



Source link

Related Articles

Back to top button