ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પે. ટ્રેન વધુ બે માસ દોડશે | Bhavnagar Bandra Weekly Special Train will run for two more months

![]()
– ટ્રેનને મળતા ટ્રાફિક અને મુસાફરોની માંગને ધ્યાને રાખી
– આજથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી ટિકિટ બુકિંગ કરાવી શકાશે
ભાવનગર : ભાવનગર-બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વધુ બે માસ માટે વિસ્તરાવવામાં આવ્યા છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગણી અને ટ્રેનને મળી રહેલા ટ્રાફિકને ધ્યાનમાં રાખી ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને વધુ બે માસ સુધી ચલાવવાનો નિર્ણય કરાયો છે. બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન હવે ૨૭મી ફેબુ્રઆરી સુધી દોડશે. આ ટ્રેન બાંદ્રાથી સવારે ૯-૩૦ કલાકે પ્રસ્થાન થઈ તે જ દિવસે રાત્રે ૧૧-૪૫ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેમજ ભાવનગરથી ઉપડતી ટ્રેન હવે ૨૬મી ફેબુ્રઆરી સુધી વિસ્તરાવવામાં આવી છે. આ ટ્રેન દર ગુરૂવારે બપોરે ૨-૫૦ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૬ વાગ્યે બાંદ્રા પહોંચશે. બન્ને ટ્રેનની ટિકિટ બુકિંગ આવતીકાલ તા.૩૦-૧૨ને મંગળવારથી તમામ પીઆરએસ કાઉન્ટરો, આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે તેમ વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.



