થ્રી ઈડિયટ-ટુ માટે હજુ આમિર-માધવનનો સંપર્ક નથી કરાયો | Aamir Madhavan not yet approached for 3 Idiots 2

![]()
– નિર્માતાઓ તરફથી સ્પષ્ટતાની પ્રતીક્ષા
– આમિરને પાર્ટ ટુનો આઇડિયા ગમ્યો પરંતુ માધવન હજુ અવઢવમાં
મુંબઇ : આમિર ખાન અને માધવન બંનેએ જણાવ્યું છે કે હજુ ‘થ્રી ઇડિયટ’ની સીકવલ માટે તેમનો સંપર્ક કરાયો જ નથી.
આમિરે સીકવલના આઇડિયાને આવકાર્યો છે. જોકે, માધવને કહ્યું છે કે આ સીકવલ એક બેવકૂફી હશે. હવે ત્રણેય મુખ્ય કલાકારોના દેખાવ ઘણા બદલાઈ ગયા છે અને તેમને સ્ટોરીમાં કેવી રીતે એડજેસ્ટ કરાશે તે એક સવાલ છે. જોકે, તેણે કહ્યું હતું કે પોતે રાજુ હિરાણી સાથે કામ કરવા ઈચ્છશે. માધવન અને આમિરના આ દાવાથી ચાહકો ગૂંચવાડામાં પડી ગયા છે. ફિલ્મની સીકવલ ખરેખર બની રહી છે કે કેમ તે અંગે તેઓ હવે સર્જકો તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં એવી ચર્ચા શરુ થઈ હતી કે આ સીકવલ પ્રોગ્રેસમાં છે અને તેમાં ત્રણેય મુખ્ય કલાકારો ઉપરાંત નવી પેઢીના એક ચોથા કલાકારને પણ ઉમેરવામાં આવશે.



