गुजरात

વડોદરામાં મુજમહુડા સર્કલ પાસે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ, પૂરઝડપે જઈ રહેલો પીધેલો કાર ચાલક પકડાયો | Drink and drive case near Mujmhuda Circle in Vadodara drunk driver caught speeding



Vadodara Drink and Drive : 31 ડિસેમ્બરને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ દ્વારા પીધેલાઓને પકડવા નાકાબંધી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે મુજમહુડા વિસ્તારમાં એક પીધેલો કારચાલક ઝડપાઈ ગયો હતો.

વડોદરા પોલીસવાળા જુદા જુદા વિસ્તારોમાં રાત્રિના સમયે વાહનોનું ચેકિંગ કરી ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસો શોધવામાં આવી રહ્યા છે ત્યારે મુજબ મહુડા સર્કલ પાસે એક કારપુર ઝડપે આવી રહ્યું હોવાથી પોલીસે કારને અટકાવી ચાલકની તપાસ કરતા તે દારૂના નશામાં જણાઈ આવ્યો હતો. 

પોલીસની પૂછપરછમાં કાર ચાલકનું નામ સૌરભ અશોકભાઈ પટેલ (રાજરત્ન સોસાયટી, બગીખાના) હોવાનું ખુલ્યું હતું. પોલીસે કાર કબજે કરી ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસ બદલ કાર્યવાહી કરી હતી.

       



Source link

Related Articles

Back to top button