गुजरात

વડોદરા: 31મી પહેલાં જ કન્ટેઇનર ભરીને લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ, મુખ્ય બુટલેગર ફરાર | Vadodara Police Seize Liquor Ahead of New Year Major Raid in Makarpura Area



Vadodara News: 31મી ડિસેમ્બરની પાર્ટીઓ માટે બુટલેગરો દ્વારા મંગાવવામાં આવેલો દારૂનો મોટો જથ્થો વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. મકરપુરા પોલીસની ટીમે માણેજા વિસ્તારમાં દારૂના કટિંગ વખતે જ ત્રાટકીને એક કન્ટેઇનર સહિત ચાર વાહનો અને લાખોની કિંમતનો વિદેશી દારૂ કબજે કર્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય બુટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે.

કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી

મળતી માહિતી અનુસાર, શહેરના મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે માણેજા વિસ્તારમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસને જોતા જ દારૂ લેવા આવેલા કુરિયરો અને બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે કોર્ડન કરીને 375 પેટી વિદેશી દારૂ સહિત બે શખસોને દબોચી લીધા હતા. જ્યારે મુખ્ય બુટલેગર પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો છે.

બુટલેગરની શોધખોળ તેજ

મકરપુરા પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યાં છે.



Source link

Related Articles

Back to top button