गुजरात
ગોત્રીના શો રૃમમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused who stole from Gotri’s showroom arrested

![]()
વડોદરા,શહેરના ગોત્રી વિસ્તારના શો રૃમમાં બનેલા ચોરીના બનાવની ફરિયાદ બે મહિના પછી નોંધાઇ છે.
ગોત્રીમાં નિલામ્બર સર્કલ પાસે શો રૃમ ધરાવતા પ્રકાશ રામચંદાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,ગઇ તા.૧૪મી ઓક્ટોબરની રાત્રે શોરૃમમાંથી રૃ.૩.૨૦ લાખના સાધનોની ચોરી થઇ હતી.જેની તપાસમાં કસ્ટમર લોન્જની બારી તૂટેલી દેખાઇ હતી.શો રૃમના સીસીટીવી તપાસતાં ઓફિસમાં કામ કરતા હાર્દિકને મળવા આવતો આકાશ નામનો યુવક સાધનો લઇ જતો દેખાયો હતો. ડીસીબી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી આકાશ અજયભાઇ ભાલીયા, ઉં.વ.૧૯ (રહે. ભાલીયા મહોલ્લો, પ્રતાપબાગ સોસાયટીની બાજુમાં, મુજમહુડા) ને ઝડપી પાડયો છે.પોલીસે તેની પાસેથી ચોરીનો સામાન કબજે કર્યો છે.


