गुजरात

માંજલપુરની ઘટનામાં એફ.એસ.એલ. ની ટીમે સ્થળ પર જઇને તપાસ કરી | In the Manjalpur incident the FSL team went to the spot and investigated



 વડોદરા,માંજલપુરની ગટરના ઊંડા ખાડામાં  પડી જવાથી યુવાનનું મોત થયું હતું. આ ઘટનામાં  પોલીસે આજે એફ.એસ.એલ.ની ટીમની સાથે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.પોલીસે કોર્પોરેશન પાસે કોન્ટ્રાક્ટર અને સુપરવિઝન અધિકારીની માગેલી માહિતી હજી મળી નથી.

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસેના ખાડામાં પડી જવાથી મોત ગુમાવનાર વિપુલસિંહ ઝાલાના કિસ્સામાં મૃતકની પત્નીએ માંજલપુર  પોલીસ સ્ટેશનમાં અરજી આપી ગુનો દાખલ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. માંજલપુર પોલીસે આ કેસની તપાસ હાથ ધરી ગઇકાલે સ્થળ પરના સંપ પર કામ કરતા પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટના પાંચ કર્મચારીઓના નિવેદનો લીધા હતા. આજે અન્ય લોકોના નિવેદનો લેવાયા નથી. આજે પોલીસે એફ.એસ.એલ.ની ટીમ સાથે સ્થળ પર જઇ કામગીરી કરી હતી. ખાડો કેટલો ઉંડો હતો, તેની ગોળાઇ, ઠાંકણાનું માપ જેવી વિગતો અંગે માહિતી લીધી હતી. પોલીસે સ્થળ પર જઇને પંચનામુ પણ કર્યું હતું. આવતીકાલે કોર્પોરેશનની કચેરી કાર્યરત થયા પછી પોલીસે માગેલી વિગતો મળશે. ત્યારબાદ આ ઘટનામાં જવાબદારી નક્કી કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button