गुजरात
અમરેલીના મોટા માંડવડાના સીમ વિસ્તારમાં યુવતીનું કૂવામાં ખાબકતા મોત, પોલીસે તપાસ હાથ ધરી | girl died after falling into well in Mota Mandvada area of Amreli

![]()
Amreli News : અમરેલીના મોટા માંડવડાના સીમ વિસ્તારમાં યુવતીનું કૂવામાં ખાબકતા મોત નીપજ્યું છે. યુવતી કૂવામાં ખાબકી હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતીના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢને પીએમ અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા, તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અમરેલીના મોટા માંડવડાના સીમ વિસ્તારમાં 25 વર્ષીય ખેત મજૂર મીનાબેન કાલીયા નામની યુવતી અગમ્ય કારણોસર કૂવામાં ખાબકતા મોત થયું છે. મોટા માંડવડાના કનુભાઈ બારડની વાડીના કૂવામાં યુવતી પડી હતી.
ફાયર ટીમ દ્વારા મૃતક યુવતીને કૂવામાંથી બહાર કાઢીને અમરેલી સિવિલમાં ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા યુવતી કેમ કૂવામાં પડી તે અંગે તપાસ શરૂ કરી છે.



