સયાજી હોસ્પિટલમાં એક દિવસની બાળકી ત્યજી ફરાર થનાર સામે ગુનો નોંધાયો | Crime registered against man who abandoned one day old baby girl and fled

![]()
શહેરની સયાજી હોસ્પિટલમાં એક દિવસની તાજી જન્મેલી બાળકી ત્યજી ફરાર થનાર અજાણી વ્યક્તિ સામે રાવપુરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે સવારે સયાજી હોસ્પિટલના પીડીયાટ્રીક આઈ.સી.યુ. વિભાગમાં કોઈ અજાણી વ્યક્તિ એક દિવસની બાળકી બેડ પર મૂકી ફરાર થઈ ગઈ હતી. તબીબોએ તપાસ કરતાં બાળકીનું વજન માત્ર ૯૦૦ ગ્રામ હોવાનું અને તેને શ્વાસ લેવામાં તકલીફ હોવાનું જણાતા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.
બાળકીના પગમાં બાંધેલી હોસ્પિટલની પટ્ટીમાં એક મહીલાનું નામ લખેલું છે, જેના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી. પોલીસે બાળકીને ત્યજી ફરાર થનાર સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ વ્યક્તિઓ નજરે પડથા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ પોલીસ ટીમ રવાના કરવામાં આવી છે. હાલ એક વ્યક્તિએ પોતે બાળકીનો પિતા હોવાની કેફિયત રજૂ કરતાં પોલીસે તેની ખરાઈ માટે જરૂરી તપાસ શરૂ કરી છે.


