गुजरात

રખિયાલના ક્રિષ્ણા મેડીકલ સ્ટોરમાં નશાના વિકલ્પ તરીકે કફસીરપનું કોડવર્ડમાં વેચાણ | illigal cough syrup selling in Rakhiyal area of Ahmedabad


અમદાવાદ, રવિવાર

અમદાવાદ શહેર ગ્રામ્ય વિસ્તારોમાં નશો કરવાના વિકલ્પના ભાગરૂપે  દારૂના બદલે કફ શીરપનો નશો કરતા લોકોની સંખ્યા વઘી રહી છે. જેના કારણે મેડીકલ સ્ટોરમાં દવાની આડમાં તબીબી પ્રિસ્ક્રીપશન વિના કફશીરપનું આડેધડ વેચાણ કરતા તત્વો પણ મોટા પ્રમાણમાં સક્રિય થયા છે.  જેમાં રખિયાલ પોલીસ સ્ટેશનથી માત્ર થોડા અંતરે આવેલા ક્રિષ્ણા મેડીકલ સ્ટોરમાં નશા માટે બેરોકટોક રીતે વેચાણ કરવામાં આવતા કફસીરપ અંગેની ચોંકાવનારી વિગતો સામે આવી છે.  સરદારજી નામના મેડીકલ સ્ટોરના સંચાલક પાસેં કફસીરપ ખરીદી કરવા આવતા ગ્રાહકો માટે ખાસ કોડવર્ડ છે.

રખિયાલના ક્રિષ્ણા મેડીકલ સ્ટોરમાં નશાના વિકલ્પ તરીકે કફસીરપનું કોડવર્ડમાં વેચાણ 2 - imageજેમાં ગ્રાહક એક વસ્તુ આપો એમ બોલે તો સરદારજી સમજી જાય છે કે આ ગ્રાહક દવા લેવા માટે નહી પણ કફસીરપ લેવા માટે આવ્યો છે.  જેથી તે ચુપચાપ મેડીકલ સ્ટોરના એક ખુણામાં જઇને કફસીરપની બોટલ આપી દે છે. 

જો  ગ્રાહક એમ કહે કે બે વસ્તુ આપો તો સરદારજી બે બોટલ આપે.. વાત અહીયાથી નથી અટકતી  આ મેડીકલ સ્ટોરમાંથી અન્ય કફસીરપના સપ્લાયર્સ પણ મોટાપ્રમાણમાં કફસીરપનો જથ્થો લઇને વેચાણ  કરે છે. આ માટે તેમના હોલસેલના  ક્લાઇન્ટ પણ નક્કી છે. 

રખિયાલના ક્રિષ્ણા મેડીકલ સ્ટોરમાં નશાના વિકલ્પ તરીકે કફસીરપનું કોડવર્ડમાં વેચાણ 3 - imageક્રિષ્ના મેડીકલ સ્ટોરના વેપારી દ્વારા કાયરેક્ટ કંપનીમાંથી ગેરકાયદે પ્રોડ્ક્શન કરાવીને કફસીરપનો મોટો નિયમિત રીતે ખરીદી કરવામાં આવતો હોવાની માહિતી આરોગ્ય વિભાગના કેટલાંક અધિકારીઓને પણ છે. પરંતુ,  મિલિભગત હોવાને કારણે દરોડો પાડીને કાર્યવાહી કરવાને બદલે આંખ આડા કાન કરવામાં આવે છે.



Source link

Related Articles

Back to top button