VIDEO: થલાપતિ વિજયે એક્ટિંગ કરિયરને કહ્યું અલવિદા, ભાવુક થઈને કહ્યું- ‘મારી અંતિમ ફિલ્મ દર્દનાક છે’ | Thalapathy Vijay bids farewell to acting career Talking about the film Jana Nayagan

![]()
Thalapathy Vijay Acting Career : સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયે એક્ટિંગ કરિયરને અલવિદા કહ્યું છે. એક્ટરન છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ છે, જે આગામી જાન્યુઆરી મહિનામાં રિલીઝ કરવામાં આવશે. આ પહેલા 27 ડિસેમ્બરના રોજ મલેશિયામાં ‘જન નાયકન’ ફિલ્મનું ઓડિયો લોન્ચ ઈવેન્ટ હોસ્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન વિજય ભાવુક થઈને કહ્યું હતું કે, ‘મારી અંતિમ ફિલ્મ દર્દનાક છે…’
થલાપતિ વિજયે એક્ટિંગ કરિયરને કહ્યું અલવિદા
વિજય થલાપતિએ અભિનય છોડીને રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે તેણે પોતાનો રાજકીય પક્ષ તમિલગા વેટ્ટી કઝગમ શરૂ કર્યો હતો. હવે વિજય આગામી તમિલનાડુ રાજ્ય ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ, થલાપતિ વિજયે તેની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ વિશે કહ્યું કે, ‘મને ખબર નથી કે મારે આ કહેવું જોઈએ કે નહીં, પણ મારી છેલ્લી ફિલ્મ થોડી દર્દનાક છે, ખરું ને? તમે મને શું કરવા માગો છો?’
થલાપતિ વિજયે ફિલ્મી કરિયર છોડીને રાજનીતિ પર ફોકસ કરવાના નિર્ણયને લઈને વાત કરી હતી. વિજયે કહ્યું કે, ‘મારા માટે એકજ વાત માન્ય રાખે છે. લોકો સિનેમાઘરોમાં આવીને મને જોઈને ઊભા થાય. એટલા માટે આગામી 30-33 વર્ષ હું તેમના માટે ખડેપગે રહેવા માટે તૈયાર છું.’
વધુમાં થલાપતિએ કહ્યું કે, ‘મને પહેલા દિવસથી દરેક પ્રકારની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ મારા ફેન્સ શરૂઆતથી જ મારી સાથે છે. મે એક્ટિંગમાં એક નાનું રેતીનું મકાન બનાવવાની આશાએ પગલું ભર્યું હતું, પણ લોકોએ મને મહેલ આપ્યો…’
આ પણ વાંચો: 2025ના ચર્ચિત ટીવી કપલ્સ જેમણે સંબંધોનો અંત આણ્યો અને ફેન્સના દિલ તૂટ્યાં
વિજયની છેલ્લી ફિલ્મ 9 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને એચ. વિનોદે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં બોબી દેઓલ, પૂજા હેગડે, મમિતા બેઝુ, ગૌતમ વાસુદેવ મેનન, પ્રકાશ રાજ, નારાયણ અને પ્રિયામણિ જેવા એક્ટર્સ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.



