જેક્લિનને બેવર્લી હિલ્સમાં ઘર ગિફ્ટ આપ્યાનો સુકેશનો દાવો | Sukesh claims have gifted Jacqueline a house in Beverly Hills

![]()
– જેલમાંથી પત્ર, ક્રિસમસ ગિફ્ટ તરીકે ઘર આપ્યું
– જેક્લિન અગાઉ સુકેશ દ્વારા ગિફ્ટ મળ્યાના તમામ દાવા નકારી ચુકી છે
મુંબઇ : સુકેશ ચન્દ્રશેખરે પોતે જેક્લિન ફર્નાન્ડિઝને ક્રિસમસ ગિફ્ટ તરીકે કેલિફોર્નિયામાં બેવર્લી હિલ્સ ખાતે એક ઘર ગિફ્ટ આપ્યું હોવાનો દાવો કર્યો છે.
સુકેશનો એક કથિત પત્ર વાયરલ થયો છે. તેમાં તેણે જણાવ્યુું છે કે તેણે આ ઘરનું નામ મેં લવ નેસ્ટ રાખ્યું તેમાં ૧૯ કોર્સ ધરાવતો ગોલ્ફ કોર્સ હોવા સહિતની વિગતો તેણે દર્શાવી છે. તેના દાવા અનુસાર પોતે જેક્લિન માટે એક આઈપીએલ ટીમ ખરીદવા માટે પણ બોલી લગાવી છે.
અગાઉ સુકેશે પોતે જેક્લિનને ક્રિસમસ ગિફ્ટ તરીકે ફ્રાન્સમાં વાઈન યાર્ડ ગિફ્ટ આપ્યાનો દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આક્ષેપ અનુસાર જેક્લિને સુકેશ પાસેથી મોંઘીદાટ ગિફ્ટસ મેળવીને તેને મની લોન્ડરિંગમાં મદદ કરી છે. જોકે, જેક્લિન આ ગિફ્ટસ મેળવ્યા સહિતના તમામ આરોપો નકારી ચૂકી છે.
જેક્લિનના દાવા અનુસાર અન્યોની જેમ તે પોતે પણ સુકેશની ઠગાઈનો ભોગ બની છે.



