સનીએ ઈક્કિસનો ખાસ શો રાખ્યો, હેમાને આમંત્રણ અંગે સસ્પેન્સ | Sunny holds special show for Ikkis suspense over Hema’s invitation

![]()
– પિતાની છેલ્લી ફિલ્મનું સ્ક્રિનિંગ ગોઠવ્યું
– અગાઉ ધર્મેન્દ્ર માટે રાખેલી પ્રાર્થના સભામાં હેમા તથા તેની બે દીકરીઓ આવ્યાં ન હતાં
મુંબઇ : સ્વ. ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ આગામી દિવસોમાં રીલિઝ થવાની છે. સની અને બોબી દેઓલે પિતાને શ્રદ્ધાંજલિ રુપે આ ફિલ્મનું ખાસ સ્ક્રિનિંગ ગોઠવ્યું છે. જોકે, તેમાં હેમા માલિની તથા તેની દીકરીઓ ઈશા તથા આહનાને આમંત્રણ અપાયું છે કે કેમ તે અંગે સસ્પેન્સ છે.
ફિલ્મ ‘ઇક્કીસ’ના ડાયરેકટર શ્રીરામ રાઘવને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રએ ઓકટોબર મહિનામાં ફિલ્મનો પહેલો ભાગ જોયો હતો અને તેઓ બીજો ભાગ જોઇ શક્યા નહીં. ધર્મેન્દ્રએ ફિલ્મમાં અગસ્ત્ય નંદાના પિતાની ભૂમિકા ભજવી છે. અગાઉ સની અને બોબી દેઓલે પિતાનાં નિધન બાદ પ્રાર્થના સભા ગોઠવી હતી. પરંતુ તેમાં હેમા માલિની તથા તેની દીકરીઓ હાજર રહ્યાં ન હતાં. તે દિવસે હેમાએ પોતાના ઘરે અલગ પૂજા રાખી હતી. બાદમાં હેમાએ દિલ્હીમાં અલાયદી પ્રાર્થના સભા ગોઠવી હતી. હવે ધર્મેન્દ્રને અંજલિ રુપે યોજાઈ રહેલા ‘ઈક્કિસ’ના શો માટે સની હેમાને બોલાવશે કે ફરી હેમા પોતાની રીતે અલગ શો કે અન્ય કોઈ ઈવેન્ટ યોજશે તે અંગે અટકળો થઈ રહી છે.



