गुजरात

ગુજરાતમાં 1 વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, પ્રતિ કલાકે જન્મતા બાળકોમાં 70 દીકરા, 64 દીકરી | Gujarat Birth Data Shows Gender Gap as 11 76 Lakh Children Born in One Year



Gujarat Birth Rate: ગુજરાતમાં એક વર્ષમાં 11,76,320 બાળકોનો જન્મ થયો છે. જેમાં 6,16,051 દીકરા અને 5,60,437 દીકરીઓનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 134 બાળકો જન્મે છે. જન્મ લેતાં આ બાળકોમાં 53 ટકા દીકરાઓનો અને 47 ટકા દીકરીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 70 દીકરા અને 64 દીકરી જન્મ લે છે. 

ગુજરાતમાં 1 વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, પ્રતિ કલાકે જન્મતા બાળકોમાં 70 દીકરા, 64 દીકરી 2 - image

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદારે જમીન NA માટે 42 લાખની લાંચ લીધાની ચર્ચા

2023માં પ્રતિ 1 હજાર પુરુષે ગામડામાં 931 અને શહેરમાં 903 મહિલાનો જન્મ થયો 

વર્ષ 2023માં 6,16,651 બાળકો અને 5,60,434 બાળકીઓનો જન્મ થયો હતો. જેમાં શહેરમાં 4.68 લાખ-ગામડામાં 1.47 લાખ દીકરા અને શહેરમાં 4.23 લાખ-ગામડામાં 1.37 લાખ દીકરીઓના જન્મનો સમાવેશ થાય છે. 

ગુજરાતમાં 1 વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, પ્રતિ કલાકે જન્મતા બાળકોમાં 70 દીકરા, 64 દીકરી 3 - image

સૌથી વઘુ બાળકોના જન્મમાં અમદાવાદ મોખરે

સૌથી વઘુ બાળકોના જન્મની વાત કરવામાં આવે તો તેમાં અમદાવાદ જિલ્લો મોખરે છે. અમદાવાદ જિલ્લામાં 66,787 બાળકો અને 60,180 બાળકીનો જન્મ થયો છે. બાળકોના સૌથી વધુ જન્મ થયા હોય તેવા જિલ્લામાં સુરત 99470 સાથે બીજા, બનાસકાંઠા 80446 સાથે ત્રીજા સ્થાને છે. સુરતમાં જન્મેલામાંથી 53665 દીકરા અને 45804 દીકરી સામેલ છે. આ સ્થિતિએ અમદાવાદમાં જન્મ લેતાં પ્રત્યેક 100માંથી 53 દીકરાઓ છે. 

ગુજરાતમાં 1 વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, પ્રતિ કલાકે જન્મતા બાળકોમાં 70 દીકરા, 64 દીકરી 4 - image

આ પણ વાંચોઃ ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રીનું કારમાં અપહરણ

સેક્સ રેશિયો મામલે ગામડાંની સ્થિતિ શહેર કરતાં સારી છે. શહેરમાં પ્રતિ 1 હજાર પુરૂષે 903 જ્યારે ગામડામાં 931 મહિલા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં 1 વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, પ્રતિ કલાકે જન્મતા બાળકોમાં 70 દીકરા, 64 દીકરી 5 - image



Source link

Related Articles

Back to top button