गुजरात

HIV ગ્રસ્ત મહિલાઓને સર્વાઈકલ કેન્સર થવાનું 6 ગણું વધારે જોખમ, સિવિલના ડૉક્ટરોનો દાવો | Civil Hospital Study Flags 6 Fold Cervical Cancer Risk Among HIV Affected Women



Cervical Cancer Risk: HIV સાથે જીવતી મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર થવાનો જોખમ સામાન્ય મહિલાઓની તુલનામાં છ ગણો વધારે હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબોએ ઘટસ્ફોટ કર્યો છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, HIVના કારણે મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, જેના પરિણામે હ્યુમન પેપિલોમાવાયર (HPV) ચેપ લાંબા સમય સુધી શરીરમાં રહે છે અને તે સર્વાઇકલ કેન્સરનું મુખ્ય કારણ બને છે.

GCRI દ્વારા એક મહત્ત્વપૂર્ણ પહેલ

HIVગ્રસ્ત મહિલાઓને આ ગંભીર બીમારીથી બચાવવા માટે સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (GCRI) દ્વારા એક મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. GCRIના ART સેન્ટર ખાતે HIV સાથે જીવતી મહિલાઓ માટે HPV DNA ટેસ્ટ દ્વારા સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ HIVની સારવાર સાથે સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગને સંકલિત કરી, રોગની પ્રારંભિક અવસ્થામાં ઓળખ કરી સમયસર સારવાર સુનિશ્ચિત કરવાનો છે.

સિવિલની કેન્સર હોસ્પિટલમાં અત્યાર સુધી HIV સાથે જીવતી કુલ 1316 મહિલાઓનું HPV DNA ટેસ્ટ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 289 મહિલાઓ HPV પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ આંકડો ગુજરાતની સામાન્ય મહિલા વસતીમાં જોવા મળતા પ્રમાણ કરતાં ચાર ગણો વધારે છે.

આ પણ વાંચો: ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત: ઉપપ્રમુખ, મહામંત્રી અને મોરચા પ્રમુખ સહિતની નવી નિમણૂક, જુઓ સંપૂર્ણ યાદી

આ ઉપરાંત HPV પોઝિટિવ મહિલાઓમાંથી 94 મહિલાઓની કોલ્પોસ્કોપી દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 57 મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરની પ્રારંભિક અવસ્થાની ઓળખ થઈ છે, જ્યારે એક મહિલામાં સર્વાઇકલ કેન્સરનું નિદાન થયું છે.

GCRIના ડૉ. શશાંક પંડ્યા અને સિવિલ હોસ્પિટલના ડૉ. કમલેશ ઉપાઘ્યાયે જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલોમાં HPV DNA ટેસ્ટ માટે અંદાજે 6,000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે, જ્યારે GCRIમાં આ ટેસ્ટ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે, સર્વાઇકલ કેન્સરની વહેલી ઓળખ અને સમયસર સારવાર દ્વારા આ ગંભીર રોગને આગળ વધતા અટકાવી શકાય છે. ડૉક્ટરોએ HIVગ્રસ્ત મહિલાઓને નિયમિત સ્ક્રીનિંગ કરાવવા અપીલ કરી છે, જેથી જીવલેણ સર્વાઇકલ કેન્સરથી બચી શકાય.



Source link

Related Articles

Back to top button