ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રીનું કારમાં અપહરણ | Chotila BJP Scheduled Caste Front General Secretary kidnapped in car

![]()
– અપહરણકારો સાથે રાગદ્રેશના કારણે બનેલો બનાવ
– મહામંત્રીને ૩૫ જેટલા લાફા મારતા રાજકોટમાં સારવાર માટે ખસેડાયા, પોલીસે તપાસ હાથ ધરી
ચોટીલા : ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રીનું કારમાં અપહરણ કરી આરોપીઓએ પાત્રીસ જેટલી ઝાપટો મારી હતી. કાનજીભાઈ વાઘેલાને રાજકોટ સિવિલ હોસિપટલમાં ખસેડાયા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
ચોટીલા તાલુકાના ખરેડી ગામે રહેતા કાનજીભાઈ વીરાભાઈ વાઘેલા ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યાં આસપાસ ચોટીલાના મારુતિનગર સોસાયટીમાં હતા ત્યારે મનોજ, વિપુલ અને તેની સાથેના મહિલા સહિત લોકોએ ઝઘડો કરી ઈંટ વડે અને મુંઢ માર મારતા સિવિલ હોસિપટલમાં દાખલ થયા હતા. તેઓએ પોલીસને આપેલી માહિતી મુજબ, અગાઉ મનોજ તેના વાહનમાં મહિલાને બેસાડીને નીકળ્યો હતો. જે તેઓ જેઈ ગયા હતા.
જે બાબતે રાગદ્રેષ ચાલતો હતો. દરમિયાન મનોજ ઉર્ફે માધાએ કાનજીભાઈને ફોન કરી મળવા માટે બેલાવતાં ગયા હતા. અહીં તેની સાથે મારકુટ કરાઈ હતી. મહિલાઓએ પણ મારકુટ કરી હતી. બાદમાં મનોજ અને વિપુલ કારમાં બેસાડી નગરપલિકાના સ્મશાન પાસે લઈ ગયા હતા. માથામાં પાંત્રીસ જેટલી ઝાપટો મારી હતી.આ મામલે હોબાળો થતાં હુમલાખોરો ભાગી ગયા હતા.આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



