गुजरात

ફ્રીટ્રેડ ઝોન પ્રાથામિક શાળા ,ગાંધીધામ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

માડી મને મુકવા ચાલ મારે નિશાળે જાવું છે...

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર રમેશભાઈ મકવાણા

૩૦ બાળકોને બાલવાટિકા અને ધોરણ -1 માં પ્રવેશ ..

ગાંધીધામ : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ નું આયોજન અત્રેની શ્રી ફ્રીટ્રેડ ઝોન પ્રા. શાળા ગાંધીધામ મધ્યે તારીખ 26/06/2024 ના રોજ સવારે 8:૦૦ કલાકે શ્રી આર.એચ . સોલંકી (નાયબ નિયામક, ઔદ્યોગિક અને સલામતી આદિપુર )ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ .પ્રમુખ અતિથી વિશેષમાં શ્રી સુબ્રત તાલુકદાર (વાઈસ પ્રેસિડેન્ટ કંડલા વર્ક IFGL) શ્રી જગદીશભાઈ પઢિયાર (સીનીયર મેનેજર HR. IFGL) લાયન સંજીવ ભાર્ગવ (પ્રમુખ લાયન્સ કલબ ગાંધીધામ) , લાયન આરતીબેન છતલાણી (સેક્રેટરી,લાયન્સ કલબ ગાંધીધામ) શ્રી ભરતભાઈ ધરજીયા (પ્રમુખ રા. શૈ. સંઘ ગાંધીધામ ) જયરામ ભાઈ માહેશ્વરી (સી.આર.સી. કો.ઓર્ડીનેટર.થર્મલ કંડલા ) ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહાનુભાવો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી. મહાનુભાવો નું સ્વાગત શાબ્દિક, સ્વાગત ગીત ,પુસ્તક –શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું . ત્યારબાદ મહાનુભાવોના વરદ હસ્તે ફ્રીટ્રેડ ઝોન શાળાના બાલવાટિકામાં- 5, ધોરણ- 1 માં 17 તથા માછીમાર વસાહત પ્રા.. શાળા ના બાલવાટિકામાં -5 અને ધોરણ- 1 માં 3 મળી ને કુલ -૩૦(ત્રીસ) બાળકો ને શૈક્ષણીક કિટ આપી પ્રવેશ આપવામાં આવ્યો.

બાળ વક્તવ્ય માં શાળાની ધોરણ 8 ની વિધાર્થીની વાઢેર ક્રિશ્ના હસમુખભાઈ એ પર્યાવરણ બચાવો અન્તર્ગત વ્રુક્ષા રોપણનું મહત્વ તથા જાળવાણી વિષે સુંદર રજૂઆત કરેલ .

ધોરણ 3 થી 8 માં પ્રથમ ક્રમ મેળવનાર,જ્ઞાન સાધનામા મેરીટ માં આવનાર પરમાર ટ્વિન્કલ લાલજીભાઈ ગત વર્ષે સો ટકા હાજરી આપનાર પરમાર અમૃતા નામેરીભાઇ નું શૈક્ષણીક કિટ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું .

પ્રસંગને અનુરૂપ શ્રી જગદીશ પઢીયારે રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું વિગતવાર આંકડાકીય માહિતી આપી .કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી આર.એચ. સોલંકી એ દરેક બાળકોને ગૃહકાર્ય રૂપે ઘરે વ્રુક્ષો વાવવા ,પોતાના ઘર આગળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા , ખાડા પુરવા અને આજના ઉત્સવ વિષે નિબંધ લેખન કરવા જણાવેલ અને પ્રવેશ મેળવનાર બાળક ભવિષ્યમાં આગળ વધી શાળાનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપેલ .

સાંસ્કૃતિક કાર્યક્રમ માં ધોરણ 6 થી 8 ની બાલિકાઓ મહિલા સશક્તિકરણ અંતર્ગત “બે ખૌફ જીના હૈ મુજે …”ગીત ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેલ .

આ પ્રસંગે સરકારશ્રીની લોકભાગીદારી કાર્યક્રમ અનુરૂપ શાળાની શૈક્ષણીક અને ભૌતિક જરૂરીયાતોમાં

I.F.G.L. REFRACTORIES LIMITED KANDALA WORKS GUJRAT દ્વારા શાળાના તમામ બાળકોને બે જોડી ગણવેશ ,સ્પોર્ટ્સ ટ્રેક ,બુટ-મોજાં, શૈક્ષણીક કિટ ,12 (બાર) CCTV કેમેરા ,ફાયર સેફટી બોટલ નંગ-2 CO2, ABC પ્રતિક ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. જીવન કૌશલ્ય વિકાસ અંતર્ગત 6 (છ) સિલાઈ મશીન લાયન્સ કલબ ઓફ ગાંધીધામ તરફ થી મળેલ. છે. સમગ્ર કાર્યક્રમમાં શાળા S.M.C. પરિવાર તેમજ મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહેલ .

સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સંજયભાઈ પરમાર જીલ્લા શિક્ષણાધિકારી ભુજ શ્રી ભુપેન્દ્ર્સિહ વાઘેલા જિ.પ્રા. શિક્ષણાધિકારી ભુજ ,શ્રી હિમાંશુભાઈ સીજુ ( તા.પ્રા. શિક્ષણાધિકારી,ગાંધીધામ ) શ્રી લાલજીભાઈ ઠક્કર( બી.આર.સી. કો.ઓર્ડીનેટર,ગાંધીધામ )શ્રી જયરામભાઇ માહેશ્વરી (સી.આર.સી. કો.ઓર્ડીનેટર.થર્મલ કંડલા )ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ . કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી મણીલાલ કે. પરમાર ,મદદનીશ શિક્ષક અશોકભાઈપટેલ ,જયશ્રીબેન પ્રજાપતિ ,રિન્કુબેન ગાંધી ,રમેશભાઈ સોલંકી તથા માછીમાર વસાહત પ્રા.શાળાના આચાર્ય કરમશીભાઈ દામા અને મદદનીશ શિક્ષક નટવરભાઈ દરજીએ જહેમત ઉઠાવેલ

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિધાર્થીની વાઢેર ક્રિશ્ના હસમુખભાઈ અને ગોહિલ કિરણ દિનેશભાઈ દ્વારા તેમજ આભારવિધિ શાળાના આચાર્ય શ્રી મણીલાલ કે. પરમારે કરેલ તેવું શ્રી ફ્રીટ્રેડ ઝોન પ્રા. ની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Back to top button