પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મેરોથોન દોડ પેટ થોન અને સ્કેટાથોન નું આયોજન કરેલ છે
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર. વિનોદભાઈ ગવાણીયા
પુર્વ કચ્છ એસ.પી.સાહેબ શ્રી બાગમર સાહેબ દ્વારા જણાવવામાં આવેલ કે તારીખ ૧૧/૦૨/૨૦૨૪ ના સવારે પેટાથોન નું આયોજન શર્મા રિસોર્ટ ખાતે કરવામાં આવેલ છે જેમાં પોલીસ ડોગ કેવી રીતે પોલીસ ની મદદ કરે છે એનાથી માહીતગાર કરવામાં આવશે અને ડેમો પણ આપવામાં આવશે આ ઊપરાંત જાહેર પબ્લીક પાસે પણ પોતાના ડોગ હોય અને એ ડોગ ને કોઈ ખાસ ટ્રેનીંગ આપેલ હોય તો એ પણ પોતાના ડોગ સાથે ભાગ લઈ શકે છે અને એ ડોગ નું ટેલેન્ટ બતાવી શકે છે આ ઊપરાંત આજ દીવસે એટલે કે તારીખ.૧૧/૦૨/૨૦૨૪ ના સાંજે ૫(પાંચ) વાગ્યે સ્કેટાથોનનુ આયોજન કરવામાં આવેલ છે જેનો રૂટ ટાગોર રોડ નક્કી કરવામાં આવ્યો છે તેમજ આ સ્કેટાથોન દોડમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ડી.જી.પી શ્રી વિકાશ સહાય અને ઉધોગપતિઓ તેમજ વિવિધ સંગઠનોના હોદ્દેદારો રહેવાના છે વધુ માહિતી આપતાં પુર્વ ક્ચ્છ એસ.પી સાહેબે જણાવ્યું હતું કે તારીખ.૧૭/૦૨/૨૦૨૪ ના રોજ સાંજના સમયે ૪.૦૦ વાગ્યાથી મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૫(પાંચ),૧૦(દશ) અને ૨૧(એકવીસ) કીલોમીટર ની મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું છે જેની કીટ ટી-શર્ટ,ટાઈમીગ ચીપ આપવામાં આવશે આ દોડ માં આખા ભારતમાંથી કોઈ પણ ભાગ લઈ શકે છે.આજ દીવશ સુધી આશરે ૧૦,૦૦૦(દશ હજાર) થી વધુ લોકો ની નોંધણી થઈ ગયેલ છે આ સંખ્યા વધીને ૨૫૦૦૦(પચ્ચીસ હજાર) સુધી જઈ શકે તેવો ટાર્ગેટ છે.આ આયોજન પાછળ નો મુખ્ય હેતુ ડ્રગ્સ જેવા માદક પદાર્થો ના સેવનથી દેશને થતાં નુકશાન થી માહીતગાર કરવાનો અને સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતા ફેલાવવાનો છે આ આયોજન ક્ચ્છ ના ઉદ્યોગપતિઓ, દાતાશ્રીઓ, વિવિધ સંસ્થાઓ, સંગઠનોના સહયોગથી કરવામાં આવી રહ્યું છે એમ સાહેબશ્રી એ જણાવ્યું હતું દોડ નાં રસ્તા માં વિવિધ સ્ટોલ અને મેડીકલ સેવા મળી રહે એની ખાસ તકેદારી રાખવામાં આવી છે અને આ દીવશે સાંજના સમય માં ટાગોર રોડ ઉપરથી ટ્રાફીક વહન પણ ડાયવર્ટ કરવામાં આવશે એમ ગાંધીધામ ની જાહેર જનતા ને જણાવવામાં આવ્યું છે તેમજ જાહેર પબ્લીક આ આયોજન માં વધુ માં વધુ જોડાય તેમ જણાવવામાં આવેલ છે.