પલાસવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ વિરૂદ્ધ ક્યારે લેવાશે પગલાં ?
રાપર કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
રાપર તાલુકાના પલાસવા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જ્યાં અનેક દર્દીઓ આવતા હોય છે પણ અહીંયાનો અમુક સ્ટાફ પોતાને રાજા સમજે છે અને જાણે કોઈ મોટા અધિકારીઓનો હાથ હોય તેમ મનફાવે તેવા દર્દીઓને જવાબ આપવામાં આવી રહ્યા છે અને દર્દીઓ સાથે ચેડાં થઈ રહ્યા છે અહીંયા ફાર્માસિસ્ટની જગ્યા ખાલી હોવાથી કોઈ ને ચાર્જ આપેલ નથી અને વોર્ડબોય સાદીક મન્સુરી દવા આપી રહ્યો છે એવો થોડો સમય પહેલા વિડિયો વાયરલ થયેલ હતો ત્યારે આઉસોર્સિંગ એજન્સી દ્વારા એક નોટીશ આપી ને સંતોષ માનેલ છે. આ ઉપરાંત અહીંયા સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા વંદના ચૌધરી જે કોઈ પણ સગર્ભા ડિલિવરી માટે આવે છે તો સાથે વોર્ડબોય ને અંદર રૂમમાં લઈ જાય છે ત્યારે પ્રાઈવસી પર સવાલ ઉઠી રહ્યા છે કે આ નર્સ બહેન કોઈનું માનતા નથી અને કોઈ કહે તો પોલીસ કેશ કરવાની ધમકી આપવામાં આવે છે ત્યારે આવા સ્ટાફ વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે આ બાબતમાં સીસીટીવી કેમેરા દ્વારા પણ તટસ્થ તપાસ કરી શકાય તેમ છે. આ ઉપરાત સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો મનીષ મચ્છ દ્વારા એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓ કરતા પ્રાઈવેટ હોટેલમાં જમવા જવા અને સ્ટાફ નર્સો ને નાસ્તો લેવામાં અને પાણી પૂરી ખાવામાં અને ભુજ કપડાં અને ખરીદી કરવામાં વધારે વપરાય છે.તેમજ વોર્ડબોય દ્વારા તમામ દવાઓ રજીસ્ટરમાં લખે છે તેના અક્ષરો આપ જોઈ શકો છો ક્યારેક કોઈ અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે ? સફાઈ બાબતે સ્ટાફ કહે છે કે અમારું આયા બહેન માનતા નથી એટલે ગંદગી જોવા મળે છે અને સ્ટાફ કોઈનું મંજૂરી વગર ઉપરના માળે કબજો જમાવીને દર્દીઓના રૂમોમાં રહે છે.અને સરકારી વસ્તુઓ જેવી કે તિજોરી, કબાટ, પલંગ, ગાદલાં બધું સરકારી વાપરી રહ્યા છે.આ બાબતે ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રી સુધી પલાસવાના જાગૃત નાગરિક શ્રી કુલદીપ જોગું દ્વારા રજૂઆત કરેલ છે અને જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ જવામાં આવશે તેવું જણાવ્યું છે.