गुजरात
કચ્છની ગાંધીધામ ખાતે આવેલ ગળપાદર જેલ ખાતે ભરણ પોષણના કેસમાં બે દિવસ પહેલાં જ મુકવામાં આવેલા કેદીની તબિયત લથડ્યા બાદ સારવાર માટે લઇ જવાતી વખતે મોત નિપજ્યું હોવાની ઘટનાએ દોડધામ મચી હતી. જેમાં પરિવારજનોએ આ મોત શંકાસ્પદ હોવાનો આક્ષેપ કર્યો છે.
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
પોલીસે મૃત્યુના સચોટ કારણ માટે મૃતદેહ જામનગર પરિક્ષણ માટે મોકલ્યો છે. આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મુળ રાપર તાલુકાના પલાંસવાના હાલે ગાંધીધામ રહેતા પરબત ગોકુળભાઇ જોગુને ભરણ પોષણના કેસમાં તા.25/3 ના રોજ ગળપાદર જેલ ખાતે મોકલાયો હતો
જેલમાં ગયા બાદ બનેલી આ ઘટનામાં પરિવારજનોને જાણ થતાં મૃતકને મારકૂટ થઇ હોવાનું જણાવી આ મોત શંકાસ્પદ હોવાનું જણાવી તટસ્થ તપાસની માંગ કરી હતી. આ ઘટનાની તપાસ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી ચલાવી રહ્યા છે. હાલ પોલીસે મોતનું સાચું કારણ જાણવા મૃતદેહ જામનગર પરિક્ષણ અર્થે મોકલ્યો છે