ઉત્તર ગુજરાતમાં ગુરૃવારે નવા ૧૦૪ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા
ઉત્તર ગુજરાતમાં ગુરૃવારે નવા ૧૦૪ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં મહેસાણા જિલ્લામાં ૭૬, પાટણ જિલ્લામાં ૧૬ અને બનાસકાંઠામાં ૧૨ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ગ્રામિણ વિસ્તારોમાં કોરોના સંક્રમણના ગ્રાફમાં દિનપ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો હોવાથી આરોગ્ય તંત્રની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારમાં સંક્રમણ અટકાવવાના પગલાં ભરવાનું શરૃ કર્યું છે.મહેસાણા જિલ્લામાં ગુરૃવારે ૭૬ કેસ એક જ દિવસમાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. શહેરી ૨૭ અને ગ્રામ્યમાં ૫૦ કેસનો સમાવેશ થાય છે. મહેસાણા તાલુકામાં ૨૯, વિસનગર ૫, ઊંઝા ૨, વિજાપુર ૧૯, વડનગર ૭, ખેરાલુ ૩, કડી ૯,બેચરાજી ૧ અન સતલાસણા તાલુકામાં ૧ કેસનો સમાવેેશ થાય છે. જયારે ૪૯ દર્દી સાજા થતાં રજા આપવામાં આવી હતી.પાટણ જિલ્લામાં સિધ્ધપુર તાલુકામાં ૧૩, ચાણસ્મા ૨ અને પાટણમાં ૧ મળી ૧૬ કોરોના પોઝિટીવ કેસનો સમાવેશ થાય છે. ૨૧ પોઝિટીવ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. હાલમાં ૧૫૮ કોરોના પિડીત દર્દીઓ સારવાર હેઠળ છે.બનાસકાંઠામાં આરટીપીસીઆર અને એન્ટીજન એમ કુલ ૨૧૬૪ સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી ૧૨ના રીઝલ્ટ પોઝિટીવ આવ્યા છે. થરાદ ૪, દાંતીવાડા ૧, ડીસા ૨, અમીરગઢ ૨ અને વડગામ તાલુકામાં ૩ કેસનો સમાવેશ થાય છે.૧૦ દર્દીને રજા આપવામાં આવતા અત્યારે કુલ એક્ટિવ કેસનો આંક ૧૦૧ થયો છે.