ઉકાઇ ડેમના બધા ગેટ બંધ કરાયા, ડેમમમાંથી 23 હજાર ક્યુસેક આઉટફ્લો
છેલ્લા બે દિવસોથી સુરત શહેર-જિલ્લા સહિત ઉકાઈડેમના ઉપરવાસમાં પણ મેઘરાજાએ વિરામ પાળ્યો છે.તદુપરાંત ઉકાઈ ડેમના ઉપરવાસ તથા કેચમેન્ટ વિસ્તારોમાં પણ વરસાદી વિરામ ઉપરાંત હથનુર ડેમમાંથી પણ ડીસ્ચાર્જ ઘટાડીને 3400 ક્યુસેક થવા પામ્યો છે.જેના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં પણ ઘટાડો નોંધાવા સાથે આજે મોડી સાંજે 66,873 ક્યુસેક્સના ઈનફ્લો સામે ડેમના તમામ ગેટ બંધ કરીને હાઈડ્રો માટે 23,612 ક્યુસેક પાણીનો જથ્થો છોડવાનું યથાવત્ રાખવામાં આવ્યું છે. આ વર્ષે વરસાદી સિઝનના પ્રારંભિક દિવસોમાં ઉકાઈ ડેમના ઉપરવાસ તથા કેચમેન્ટ વિસ્તારોમાં જુન માસના અંતિમ તથા જુલાઈના પ્રારંભિક દિવસોમાં જ ધુંવાધાર વરસાદના પગલે ડેમમાં પાણીનો મોટો પાયા પર ઈનફ્લો ઠલવાયો હતો.ઉકાઈ ડેમમાં આ વર્ષે પણ પ્રારંભથી જ ભરેલો હતો,જેમાં પ્રારંભિક વરસાદે વધુ માત્રામાં ઈનફ્લો ઠલવાતા રૃલ લેવલથી ડેમની સપાટી સતત ઉત્તરોત્તર ઉપર રહેવા પામી છે.જે પણ ડેમની સપાટી રૃલ લેવલથી એક ફુટ ઉપર છે.હથનુર ડેમમાંથી હાલમાં માત્ર3400,પ્રકાશા ડેમમાંથી 64 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.હાલમાં વરસાદી વિરામની પરિસ્થિતિ બાદ ક્રમશઃ ડેમની સપાટી આગામી ઓગષ્ટ માસના પ્રારંભમાં રૃલ લેવલ બદલવાથી 335 ફુટ સુધી લઈ જવાની કવાયત હાથ ધરવામાં આવશે.