गुजरात

સુરત: માતાપિતા કામ પર હતા, ઘરમાં 10 વર્ષની દીકરીની એકલતાનો લાભ લઇ અજાણ્યો વ્યક્તિ દુષ્કર્મ આચરીને ભાગી ગયો

સુરત: શહેરની સૂરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં રોજીરોટીની તલાશમાં આવીને વસેલા સુમિત પરિવારની 10 વર્ષની માસૂમ કિશોરી ઘરમાં એકલી હતી. ત્યારે એકલતાનો લાભ લઈ કોઈ અજાણ્યા ઈસમોએ આવી આ કિશોરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ હાલ કિશોરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતના પોલીસની નિષ્ક્રિયતાને પગલે સતત ગુનાખોરી વધી રહી છે થોડા સમય પહેલા સતત હત્યાની ઘટના બાદ ફરી એક વખત નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. મૂળ નેપાળના રહેવાસી અને રોજીરોટીની તલાશમાં લોકડાઉન બાદ ચાર મહિના પહેલા જ સુરત ખાતે આવી સુરતના સરથાણા વિસ્તારમાં રહેવા આવ્યા હતા. આ પરપ્રાંતીય પરિવારમાં માતા-પિતા સાથે ત્રણ બાળકો હતા પિતા હોટેલમાં કામ કરે છે અને માતા ઘર કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે.

Related Articles

Back to top button