गुजरात

એસ.ઓ.જી દાહોદ ની ટીમે રેડ પાડતા લીલો તેમજ સુકો ગાંજો ઝડપી પાડયો.

દાહોદ

રિપોર્ટર. ગોવિંદભાઈ પટેલ

દાહોદ એસ.ઓ.જી પોલીસને બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી કરણ તથા એસ.ઓ.જી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એ પરમાર ની ટીમે મંગાભાઈ ઉર્ફે મંગળાભાઈ ઉર્ફે મગનભાઈ ભૂરાભાઈ પટેલ ના ખેતરમાં દરોડો પાડતા લીલો તેમજ સુકો ગાંજો મળી આવતા એસઓજીની ટીમે એફ.એસ.એલ અધિકારીને સ્થળ પર બોલાવી પરીક્ષણ કરતા ગાંજાના છોડ જણાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પિપલોદ પોલીસ સ્ટેશનની હદમાં માલગુણ ફળિયામાં ખેતરમાં ઉગાડેલ લીલો ગાંજો 192 છોડ જેનું વજન ૨૫૫ કિલો 610 ગ્રામ જેની કિંમત 25.56.100. સૂકવી રાખેલ ગાંજો જેનું વજન 10 કિલો 200 ગ્રામ જેની કુલ કિંમત 1.02.000. મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો આમ અગાઉ પણ પીપલોદ પોલીસ સ્ટેશન ની હદમાંથી દાહોદ જિલ્લા એસઓજીની ટીમે લાખો રૂપિયાનો ગાંજો પકડી આરોપીઓને જેલ હવાલે કર્યા હતા આમ એક મહિના અગાઉ ગાંધીનગર વિજિલન્સ ની ટીમે બુટલેગરને ત્યાંથી રેડ પાડી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી તો આ જિલ્લા તેમજ ગાંધીનગર વિજિલન્સ ને માહિતી મળે છે તો આ સ્થાનિક પોલીસ ક્યારે સતર્ક બનશે અને આવા નશીલા પ્રોહિબિશનના ગુનાઓ ક્યારે અટકશે તેઓ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે આમ સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે.

 

Related Articles

Back to top button