गुजरात

ગુજરાત પોલીસની કારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, આરોપી અને ચાર કર્મીઓના મોત

ભાવનગર: રાજસ્થાનમાંથી ગમખ્વાર કાર અકસ્માતના સમાચાર સામે આવી રહયાં છે. જેમા કારમાં સવાર આરોપી અને ભાવનગર પોલીસના ચાર કર્મીઓ સહિત 5ના મોત નીપજ્યા છે. મૃતક પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. આ અકસ્માત જયપુરના ભાભરૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો છે.

ઝાડ સાથે અથડાઇ કાર

આ અંગે મળતી માહિતી પ્રમાણે, 8 તારીખે ભાવનગર પોલીસના ચાર કર્મચારી શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, ઇરફાન આગવાન અને મનસુખ બાલધીયા ઘરફોડ ચોરીના આરોપીને પકડવા માટે દિલ્હી ગયા હતા. આરોપીને પકડીને ચારેય પોલીસકર્મી ભાવનગર પરત ફરી રહ્યા હતા. તેમની કાર જયપુર દિલ્હી નેશનલ હાઈવે પર પહોંચી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કાર પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

સ્થાનિકોએ કરી મદદ

આ અકસ્માત બાદ સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતાં વાહનચાલકો મદદ માટે ઉભા રહ્યા હતા. તેમણે સ્થાનિક પોલીસને પણ આ બનાવ અંગેની જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક પોલીસને મૃતકો ગુજરાતના ભાવનગરના અને પોલીસ વિભાગના કર્મચારી હોવાનું માલૂમ થતાં ભાવનગર પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.

મૃતક પોલીસકર્મીઓના નામ

1. ભીખુભાઈ બુકેરા, કોન્સ્ટેબલ

2. શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ

3. મનસુખ બાલધીયા, કોન્સ્ટેબલ

4. ઈરફાન અગવાન , કોન્સ્ટેબલ

Related Articles

Back to top button