જૂનાગઢઃ પિતાની લાઈસન્સ રિવોલ્વર સાથે ચાલુ બુલેટે રોલો પાડવો યુવકને ભારે પડ્યો, થઈ ધરપકડ, જુઓ viral video
જૂનાગઢઃ સોશિયલ મીડિયા ઉપર વાયરલ વીડિયોની ભરમાર પડી છે. ત્યારે લોકો પોતાનો રોલો પાડવા માટે અલગ અલગ સ્ટંટના વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા હોય છે. ત્યાર તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર જૂનાગઢનો એક વીડિયો વાયરલ થયો હતો. જોકે, વીડિયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક પગલાં લઈને વીડિયો બનાવનાર યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જૂનાગઢમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો હતો. જેમાં એક યુવક બુલેટ ચલાવી રહ્યો છે. અને એક હાથમાં બંદૂક પણ પકડેલી છે. અને બુલેટ ઉપર બંદૂક સાથેને વીડિયો તાજેરમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો હતો.
જોકે, આ વીડિયો જ્યારે પોલીસના ધ્યાનમાં આવ્યો ત્યારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વીડિયમાં રહેલા યુવકને પકડી લીધો હતો. યુવકનું નામ હર્ષ દાફડા છે. હર્ષે પિતાની લાઈસન્સ વાળી રિવોલ્વર સાથે જાહેરમાં બુલેટ ઉપર સવારી કરી હતી. આમ હથિયાર સાથે વીડિયો બનાવાર યુવક સામે કાર્યવાહી કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે હર્ષ દાફડાની અટકાય કરવાની સાથે રિવોલ્વર અને બુલેટ પણ કબ્જે કર્યું હતું. પોલીસે યુવક સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનયી છેકે બાઈક ઉપરના સ્ટંટના વીડિયો છાસવારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં રહે છે.