गुजरात

સુરતમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગતા ખાનગી AC બસ ભડભડ બળી, મહિલાનું મોત

સુરત: શહેરમાં કપોદ્રા વિસ્તારમાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી છે. સુરતના હિરા બાગ સર્કલથી ભાવનગર તરફ જઈ રહેલી એક ખાનગી બસમાં મંગળવારે રાતે અચાનક આગ લાગી હતી. જેના કારણે થોડી જ વારમાં (burning bus live video) આખી બસ ભડભડ સળગી ઊઠી હતી. આ વિકરાળ આગમાં એક મહિલાનું મૃત્યું નીપજ્યું છે. આ દૂર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. પ્રાથમિક અનુમાન પ્રમાણે, ખાનગી બસમાં શોર્ટ સર્કિટને કારણે એસીમાં બ્લાસ્ટ થવાથી આ વિકરાળ આગ ભભૂકી હતી.

સ્લીપર કોચમાં લાગી આગ

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ સર્કલ ખાતે ખાનગી લક્ઝરી બસ રાજધાની સ્લીપર કોચમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં બસમાં સવાર એક મહિલાનું મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની જહેમત બાદ થોડી જ વારમાં આગ કાબૂમાં આવી ગઇ હતી. ફાયર વિભાગ દ્વારા બે લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં ખાનગી બસમાં ભીષણ આગ

મુસાફરોથી ભરેલી બસમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ

સુરતથી સૌરાષ્ટ્ર જવા નીકળી હતી બસ

Related Articles

Back to top button