CRIME: હવે દારૂને પણ પાયલોટિંગ, XUV કાર સાથે પાયલોટિંગ કરી દારૂ પહોંચાડવાનો કીમિયો
અમદાવાદ – ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં માટે બૂટલેગરો નિતનવા કિમિયાઓ શોધો કાઢે છે. અત્યાર સુધીમાં નવી નવી મોડસ ઓપરેન્ડી થી દારૂ લાવવામાં આવ્યો તેવા અનેક બનાવો સામે આવ્યા બાદ XUV કારનાં પાયલોટિંગ સાથે રાજસ્થાન થી ગાંધીધામ દારૂ નો જથ્થો લઇ જતા એક આરોપી ને ક્રાઇમ બ્રાન્ચ ને ઝડપી પાડ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાકેશ મહેશ્વરી નામનો ઈસમ કન્ટેનર માં દારૂ ના જથ્થા ની હેરાફેરી કરે છે. અને એક કન્ટેનર xuv કાર માં પાયલોટિંગ સાથે એસ પી રીંગ રોડ વૈષ્ણવ દેવી સર્કલ તરફ થી આવી અમદાવાદ શહેર બહાર જઈ રહેલ છે. જે બાતમીના આધારે પોલીસ એ વૈષ્ણવ દેવી થી ઓગણજ તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. અને બાતમીનાં આધારે xuv કાર આવતા તેને રોક્યો હતો. જો કે કાર ચાલક ની પૂછપરછ કરતા જ કન્ટેનર ચાલક એ થોડે દૂર કન્ટેનર મૂકી ને ફરાર થઈ ગયો હતો.
જો કે પોલીસે શોધખોળ કરતા તે આસપાસ ના વિસ્તાર માં મળી આવ્યો ના હતો. જ્યારે કન્ટેનર માં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડ ની દારૂ ની પેટી ઓ મળી આવી હતી.
પોલીસ એ અલગ અલગ બ્રાન્ડ ની આશરે 190 દારૂ ની પેટી, બિયરનાં ટીન ભરેલ 129 પેટી, કન્ટેનર અને xuv કાર સહિત કુલ રૂપિયા 24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ એ કાર ચાલક રતનસિંગ સોઢાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે રાજસ્થાનનાં રાકેશ મહેશ્વરીને ત્યાં દારૂ ની હેરાફેરી કરવા માટે ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. અને તેમણે આ xuv કાર માં દારૂ ભરેલ કન્ટેનર નું પાયલોટિંગ કરી દારૂનો જથ્થો ગાંધીધામ પહોંચાડવા માટે કહ્યું હતું. હાલમાં પોલીસ એ આ સમગ્ર મામલે આરોપીની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે.