गुजरात

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી! પાર્કિંગમાં વિમાન અને કાર થોડા માટે અથડાતા રહી ગયા

અમદાવાદ: શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટના પાર્કિંગમાં વિમાન અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો છે. કિશનગઢથી આવેલું વિમાન પાર્કિંગ બે તરફ જઇ રહ્યું હતું ત્યારે એપ્રોનમાં ફરતી એક કાર સામે આવી ગઇ હતી. પરંતુ બે વચ્ચે થોડું અંતર હતુ જેના કારણે આ અકસ્માત સર્જાયો નહીં અને મોટું નુકસાન અને જાનહાની ટળી હતી. એક ગુજરાતી સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે, આ ફલાઇટના પાયલોટે એટીસીને રિપોર્ટ પણ કર્યો ન હતો.

કાર રોડ ક્રોસ કરી રહી હતી

ગુજરાતી સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે વાત કરીએ તો તેમને આ માહિતી વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી છે. તેમના જણાવ્યા પ્રમાણે, સ્ટાર એરની કિશનગઢથી અમદાવાદ આવતી ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ રાતે પાર્કિંગ બે તરફ જઇ રહી હતી. ત્યારે એપ્રોનમાં ફરતી એક કાર અચાનક ગુજસેલથી આવી વિમાનની નજીકથી પસાર થઇ રોડ ક્રોસ કરી લીધો હતો. જો આ કાર વિમાનથી થોડી વધારે નજીક હોત તો વિમાનના આગળના ભાગે કાર અથડાઇ શકતી હતી. જેથી એરક્રાફટને મોટું નુકશાન થઇ શકત અને જાનહાની પણ થઇ શકી હોત.

Related Articles

Back to top button