गुजरात

Ahmedabad Corona Case: શહેરમાં 1,000 એક્ટિવ કેસ, હોસ્પિટલમાં માત્ર 30 દર્દીઓ

ગુજરાતમાં વધતા કોરોનાનાં આંકડા તેમાં પણ અમદાવાદમાં ફરી એક વખત કોરોનાનાં કેસનો 1000નો આંકડો પાર થઇ ગયો છે. અમદાવાદમાં 5 જુલાઇ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંકડો 1000ને પાર થયો છે. પરંતુ રાહતની વાત એ છે કે, હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દાઓ માત્ર 30 છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદની મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ હતી. હોસ્પિટલમાં બેડ માટે દર્દીઓને લાંબા વેઇટિંગનો સામનો કરવો પડતો હતો. હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. પરંતુ રાહતની વાત એ છે કે સ્થિતિ હજુપણ નિયંત્રણમાં છે. અમદાવાદમાં કોરોનાના કુલ 1088 એક્ટિવ કેસ છે. આ પૈકી ખાનગી હોસ્પિટલોમાં 19, સિવિલ હોસ્પિટલમાં 10, એસવીપીમાં 1 સહિત કુલ 30 દર્દીઓ સારવાર હેઠળ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બીજી લહેર જેવી સમસ્યાનું પુનરાવર્તન થાય નહીં માટે સિવિલ હોસ્પિટલને સજ્જ કરી દેવાઇ છે. હાલ તમામ 1200 બેડમાં ઓક્સિજન સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત કટોકટીભરી સ્થિતિ સર્જાય તો વધુ 200 બેડ અનામત રાખવાની પણ જોગવાઇ કરી દેવામાં આવી છે.

દેશમાં 49 દિવસ બાદ 13 હજારથી વધુ કેસ

દેશમાં 49 દિવસ બાદ કોવિડ-19ના દૈનિક 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. અગાઉ, 11 નવેમ્બરે 24 કલાકમાં સંક્રમણના 13,091 નવા કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું, ‘અમારું માનવું છે કે વૈજ્ઞાનિક આધાર પર ઉપલબ્ધ ડેટા અનુસાર, R વેલ્યુ 1.22 છે,તેથી કેસ વધી રહ્યા છે, ઘટી નથી રહ્યા. આપણે જે જોઈ રહ્યા છીએ તે ઓમિક્રોન સ્વરૂપના કેસોની વૈશ્વિક વૃદ્ધિનો ભાગ હોઈ શકે છે. અમે પહેલાથી જ જાણીએ છીએ કે આ સ્વરૂપ અત્યંત સંક્રામક છે અને વિશ્વમાં જે ઝડપે કેસ વધી રહ્યા છે તે આપોઆપ આ કહે છે.’ તેમણે કહ્યું, ‘ગભરાવાની જરૂર નથી કારણકે, આપણે રાષ્ટ્ર તરીકે તૈયાર છીએ. આપણી પાસે અનુભવ અને રસીકરણની વ્યાપક ઢાલ છે. ફક્ત તૈયાર રહો, જવાબદાર અને અનુશાસિત બનો.’

Related Articles

Back to top button