गुजरात

AMC Tax વિભાગનો વહિવટી ખેલ, Tax billમાં નામ બદલવા ‘સાહેબને વહિવટ’ આપવો પડશે

અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકા ટેક્ષ વિભાગ જાણે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય નાગરિક પાસે ટેક્ષ બિલમાં નામ ફેરબદલ કરવા માટે સાહેબને વહીવટ આપવો પડશે. તેવી વાતચિત કરતો ઓડિયો (audio viral) સામે આવ્યો છે . જેમા વારસાઇ નામ ફેર કરવા માટે રૂપિયા માંગવામાં આવ્યા છે.

ઘાટલોડિયામા અલ્કાપુરી સોસાયટીમાં રહેલા કલ્પેશભાઇ પટેલને અમદાવાદ મહાનગર પાલિકાનો કડવો અનુભવ થયો છે. કલ્પેશભાઇના માતા પિતા કોરોના મહામારી વચ્ચે નિધન થયું છે.

ત્યારે તેમના માતા નામે રહેલા ટેક્ષ બિલ હવે વારસાઇ તેઓના નામે કરવા માટે મહાનગર પાલિકાના છેલ્લા ચાર મહિનાથી ધર્મના ધક્કા ખાઇ રહ્યા છે. ચાર મહિના પહેલા આપેલા અરજી વહિવટ ન થયો હોવાથી નિકાલ થયો ન હતો.

વાતચિત કરતા કલ્પેશભાઇ પટેલ જણાવ્યુ હતુ કે મારા માતા પિતા કોરોનામાં નિધન થયું હતુ. તેથી હું જ્યા હાલ રહુ છુ અલ્કાપુરી સોસાયટી ઘાટલોડિયા મારા મકાનના ટેક્ષમા વારસાઇ નામ બદલવાનું હતુ. પરંતુ છેલ્લા ચાર મહિનાં એએમસી અલગ અલગ ઓફિસ ધક્કા ખાઇ રહ્યો છું.

Related Articles

Back to top button
preload imagepreload image